ચીખલી : રેફરલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, સારવાર માટે વપરાય છે એક્સપાઇયર્ડ ડેટ થયેલા સાધનો

0
407
નવસારી જિલ્લાના ચીખલીમાં રેફરલ હોસ્પિટલમાં કરોના વાયરસને લઈને  એક આઇસોલેશન વોર્ડમાં દર્દીને ચઢાવવામાં આવે બોટલ પાઇપ આઈ.વી.એસ પાઇપ ની એક્સપાઇયર્ડ ડેટ થતા જવાબદાર અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી.
 
ચિનમાંથી પ્રસરેલા કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચી રહ્યો છે અને ભારતમાં પણ કોરોના વાયરસનો પગપેસારો થઇ ગયા પછી ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી દ્વારા તમામ સરકારી હોસ્પીટલોમાં સુવિધાઓ ઉભી કરી કોરોના ભય સામે એકશન પ્લાન ઘડી કાઢવા સુચના અપાઇ છે જેના ભાગ રૂપે નવસારી જિલ્લાની સામુહિક આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પીટલ ચીખલી ખાતે કોરોના વાયરસને લઇને  એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તબીબ અને હેલ્થ વર્કરોને સજ્જ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ બાબતે તપાસ કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ વોર્ડમાં મુકવામાં આવેલ સારવાર માટે મુકાયેલ સાધનો ની સમયમર્યાદા વીતી ચૂકેલ હોય હોસ્પિટલ ના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારી છતી થવા પામી છે.
નવસારી જિલ્લાનું વહિવટી તંત્ર કોરોના વાયરસના પગલે એલર્ટ બની ગયું છે ત્યારે ચીખલીની રેફરલ હોસ્પીટલમાં કોરોના વાયરસને લઇને  એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે જો કે  CN24NEWS ચેનલનાં પ્રતિનિધિ દ્વારા આ વોર્ડની મુલાકાત લીધી તો ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ વોર્ડમાં મુકવામાં આવેલ સારવાર ના સાધનો પૈકી I.V.set પણ મુકેલ જણાતી હતી.જો કે તેને ધ્યાનથી જોતા તેની સમય મર્યાદા વીત્યા ને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે.એક્સપાયર્ડ થઈ ગયેલા સાધનો નો ઉપયોગ જો કરવામાં આવે તો દર્દીના આરોગ્ય સાથે ચેડાં થાય એ સ્વાભાવિક જ છે.છતાં આ આદિવાસી વિસ્તારમાં ચલતા હે ચલને દે ની નીતિ આ હોસ્પિટલના સંચાલકો કરી રહયા હોવાનું આ એકસપાયર્ડ થયેલ સાધનો ગવાહી પુરી પાડી રહ્યા છે.ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી આ બાબતે ગંભીરતા દાખવી જવાબદારો ને ફરજના પાઠ શીખવે તે જરૂરી છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here