હાથરસ : પીડિતાના બે મેડિકલ રિપોર્ટ આવ્યા સામે, એકમાં રેપની વાત, બીજામાં ખારીજ

0
0

હાથરસ મામલે વિવાદ વધતો જઇ રહ્યો છે, દેશમાં ગુસ્સાના માહોલ વચ્ચે ઠેર ઠર પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આરોપીઓને ફાંસી પર લટકાવાની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે હવે આ મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. પીડિતાના બે મેડિકલ રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં એકમાં રેપની વાત કરવામાં આવી છે જ્યારે બીજા રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેએનએમ મેડિકલ કોલેજના મેડિકલ રિપોર્ટ પ્રમાણે પીડિતાની સાથે રેપ કે ગેંગરેપ થયો નથી.

હાથરસની પીડિતાએ જખ્મી હાલતમાં એક વીડિયોમાં નિવેદન આપ્યું હતું કે તેની સાથે ગેંગરેપ થયો છે, આઠ દિવસ બાદ અલીગઢની હોસ્પિટલ તરફથી પ્રાઇવેટ પાર્ટમાં ‘કમ્પલીટ પેનિટ્રેશન’, ‘ગળુ તેમજ મોઢું દબાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ AMUની જવાહરલાલ નેહરૂ મેડિકલ કોલેજને પોતાની ફાઇનલ ઓપિનિયમાં, ફોરેંસિંક વિશ્લેષણનો હવાલો આપતા ઇંટરકોર્સ (સંભોગ)ની સંભાવના ખારીજ કર્યું છે.

22 સપ્ટેમ્બરે મેડિકો લિગલ કેસ (એમએલસી) રિપોર્ટને યુપી પોલીસના રેપના દાવાનું ખંડન કર્યું હતું, ફોરેંસિક તપાસમાં દુષ્કર્મના કોઇ સબૂત મળ્યા ન હતા. ઉત્તર પ્રદેશના ADG પ્રશાંત કુમારે પણ જોર આપીને કહ્યું હતું કે પીડિતાના સેંમ્પલ પર કોઇ શુક્રાણુ હતા નહીં.

મેડિકલ કોલેજના એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે પીડિતાના શરીર પર ઈજાના નિશાન હતા. તેની ડોક અને પીછ પર નિશાન રહેલા હતા. પરંતુ ઘણા પ્રકારના વૈજ્ઞાનિક ટેસ્ટિંગ બાદ કોઈ એવા તથ્ય સામે આવ્યા નથી કે પીડિતાની સાથે રેપ કે પછી ગેંગરેપ થયો છે.

હાથરસના બનાવમાં પીડિતા પર બળાત્કાર થયો નથી તે સાબિત કરવા ઉત્તરપ્રદેશના એડીજીએે ફોરેન્સિક રિપોર્ટને આગળ કર્યો અને કહ્યું કે રિપોર્ટમાં બળાત્કાર થયો નથી, યુવતિનું મોત ગરદનમાં ઈજા થવાથી થયું હોવાનું બહાર આવ્યુ છે. જોકે, જાણકારો કહે છે કે પોલીસે બળાત્કારને સાબિત થવા માટે લેવામાં આવતાં સેમ્પલ ઘટના બન્યાના 11 દિવસ પછી લીધા હતાં. આ સંજોગોમાં ફોરેન્સિકનો રિપોર્ટ નેગેટિવ આવે તે સમજી શકાય તેવી વાત છે.

આ ઉપરાંત જ્યારે કાયદો એવું કહે છે કે બળાત્કાર થવો એ જરૂરી નથી. યુવતીની સાથે બળાત્કારની કોશિશ પણ બળાત્કારનો ગુનો જ બને છે. અને આમ છતાં પણ જો બળાત્કાર થયો ના હોય તો યુવતીના મૃતદેહને જબરજસ્તીથી અંતિમવિધિ કરવાની પોલીસને શું જરૂર પડી ? તે પ્રશ્ન પણ એક મહત્વનો બને છે. પીડિતાના ઘરે આ વિસ્તારના ડીએમ જાતે જઈને સમાધાન કરવાની વાત કરતા હોવાનો વીડિયો પણ વાઈરલ થયો છે આ બધા પુરાવા ચીસો પાડી પાડીને કહે છે કે હાથરસની યુવતી સાથે અઘટિત બનાવ બન્યો છે. અને તેને છાવરવા પોલીસ અને પ્રસાશન પૂરજોશમાં મહેનત કરી છે.

જોકે, યુપી હાઈકોર્ટે જાતે જ આ મામલામાં દખલ દઈને ૧૨મી ઓક્ટોબરે યુપીના ગૃહસચિવ, ડીજીપી, એડિશનલ ડીજીપી અને હાથરસ જિલ્લાના મેજિસ્ટ્રેટ સહિત તમામ જવાબદારોને હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ ફરમાવ્યો છે. ત્યારે આશા રાખીએ કે કોર્ટના હસ્તક્ષેપથી હવે પીડિતાના પરિવારને ન્યાય મળશે અને કસૂરવારોને સજા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here