આંકલાવ: તાલુકાના ભેટાસી વાટા ગામે હરીજન વાસમાં આવેલા મકાનમાં રાત્રે મકાન માલિક પોતાની મકાનની અગાસીમાં સુઈ રહ્યા હતા અને ગતરાત્રીના ચોર ઈસમોએ 46500નો હાથ સાફ કરી રફુચક્કર થયા હતા. જેમાં મકાનના દરવાજાણું તાળુ તોડી ચોરોએ સોના,ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર ભેટાશી વાટા ગામે હરીજન વાસમાં આવેલા મકાનમાં રાત્રે મકાન માલિક ચન્દ્રેશભાઈ રમણભાઈ મહિડા જેઓ પોતાના મકાનની અગાસી પર સુતા હતા. તે સમયે ચોરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં મુકેલી તિજોરીમાંથી સોના ચાંદી અને રોકડ રકમ મળી ટોટલ 46500ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચંદ્રેશભાઈ રમણભાઈ માહિડાની ફરિયાદના આધારે આંકલાવ પોલીસ મથકે ચોરીનો ગુનો દાખલ કરી પોલીસે ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યું છે.
Array
આંકલાવ : ભેટાસી ગામમાં મકાન માલિક અગાસીએ સૂતા રહ્યા અને ચોર હાથ ફેરો કરી ગયો
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -