લાખણી : ૪,૦૮,૦૦૦ નો ઇગ્લીંશ દારૂ નો મુદામાલ પકડી પાડતી આગથળા પોલીસ

0
9
લાખણી : આઇ.જી.પી.બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોરથળીયા સાહેબ નાઓ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ  નાઓએ પ્રોહી -જુગાર ની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે બાબતે શ્રી ડો.કુશલ આર.ઓઝા સા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસા વિભાગ ડીસા તથા શ્રી વાય.એમ.મીશ્રા સર્કલ પો.ઇન્સ. સા.ડીસા  નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૦/૧૧/ર૦૨૦ ના રોજ અમો પી.એન.જાડેજા પો.સબ.ઇન્સ. આગથળા પોલીસ સ્ટેશન તથા પો.સ્ટાફના માણસો વિગેરે આગથળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ખેરોલા  ગામની સીમમાં એક સફેદ કલરના જીપ પીકપ ડાલા નં.GJ-04-V-4254 નો ચાલક પોતાની ગાડીમાં મગફળીની ફોતરી ભરેલ કટ્ટાની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરી આવે છે અને ખેરોલા થઇ લાખણી બાજુ જનાર છે જે હકિકત આધારે (૧) કરશનભાઇ મંછાભાઇ રાવળ રહે.રાંટિલા તા.દિયોદર જી.બનાસકાંઠા (૨) ગણપતભાઇ સેંધાભાઇ ગોહિલ રહે.કુંવાતા તા.દિયોદર જી.બનાસકાંઠા હાલ રહે.સાંચોર (રાજસ્થાન) વાળાઓને રોકાવતા આરોપી નં-૧ પકડાઇ જઇ તથા આરોપી નં-૨ નાશી ગયેલ હોય આરોપીઓ  એકબીજાના મેળાપીપણામાં રહી પોતાના કબજા ભોગવટાના જીપ ડાલા નં.GJ-04-V-4254 માં ગેરકાયદેસર વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ-૬૮ કુલ બોટલો નંગ-૮૧૬ કિ.રૂ.૪,૦૮,૦૦૦/- નો રાખી જીપ ડાલા નં.GJ-04-V-4254 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મગફળીની ફોતરી ભરેલ કટ્ટા નંગ-૧૭ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ મળી કિ.રૂ.૬,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરીનો ગુનો કરેલ હોઇ જેથી સદરે આરોપીઓ વિરૂધ્ધ વિરૂધ્ધ ધી પ્રોહી એકટ ક.૬૫ એ ઇ,૧૧૬(બી),૯૮(૨),૯૯,૮૧ મુજબ નો ગુનો રજી કરી આગળની કાર્યવાહી કરેલ છે.
અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા