બનાસકાંઠા : લાખણી : આગથળા પોલીસે ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો.

0
0

લાખણી તાલુકાની આગથળા પોલીસે મારામારીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઓઢવા (જેગોલ) ગામેથી પકડી પાડી જેલ હવાલે કરી દીધો હતો.

આગથળા પીએસઆઇ પી.એન.જાડેજા, હે.કો. લક્ષ્મણસિંહ મંગળસિંહ, પો.કો. કિસ્મતજી નટવરજી વિગેરે સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે આગથળા ફસ્ટ ગુના રજીસ્ટર નંબર 26/2017 ઇપીકો કલમ 324, 504, 506 (2) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી મોડજી પ્રતાપજી ઠાકોર (રહે, સરદારનગર ઓઢવા (જેગોલ) તા.દાંતીવાડા) ને મુકામેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

અહેવાલ :મુકેશ સોની,  CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here