Monday, October 18, 2021
Homeબનાસકાંઠા : આગથળા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા.
Array

બનાસકાંઠા : આગથળા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ઝડપાયા.

લાખણી : ગુજરાત રાજ્યમાં સરકારી બાબુઓ માઝા મૂકીને મનફાવે એમ બિન્દાસ રીતે લાંચ લઈને અઢળક સંપત્તિના માલિક બની રહ્યા છે. આવા અધિકારીઓના પાપે ગુજરાત કલંકિત બની રહ્યું છે. ત્યારે ફરી એકવાર ખાખી વરદી લાંચમાં બદનામ થઈ છે. બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા બી.કે.ગૌસ્વામી  કે જેઓએ ફરિયાદી પાસેથી ગુનો દાખલ કરવાના પૈસા માગ્યા હતા અને જેને લઈને એ.સી.બી એ છટકું ગોઠવીને રંગેહાથે ઝડપી લીધા છે.
આ અંગેની હકીકત એવી છે કે ફરિયાદીએ આગથળા પોલીસ સ્ટેશનમાં બે માસ અગાઉ એક ગુનો દાખલ કરવા ફરિયાદ આપી હતી પણ પોલોસે ગુનો દાખલ કર્યા વગર જાણવાજોગ અરજી રાખી હતી અને ફરિયાદીને કહ્યું કે જો ગુનો દાખલ કરાવવો હોય તો ૪૦ હજાર રૂપિયા આપવા પડશે અને ફરિયાદી તે પૈસા આપવા તૈયાર થઈ ગયો અને તે પ્રમાણે ફરિયાદ નોંધાવી દીધી અને ત્યારબાદ ફરિયાદીએ એ.સી.બી નો સંપર્ક કરતાં રૂપિયા આપવાનું છટકું ગોઠવવામાં આવ્યું પી.એસ.આઈ બી.કે.ગૌસ્વામી પોતાની પ્રાઇવેટ ગાડી લઈને ડીસા ગયા અને ત્યાં લાંચના પૈસા આપી દેવા જણાવ્યું ત્યારે ફરિયાદી રાજ મંદિર આગળ યોજના પ્રમાણે ઉભા રહ્યા અને પી.એસ.આઈ ગાડી લઈને આવ્યા અને ફરિયાદીને ગાડીમાં બેસાડીને લાંચ ની રકમ સ્વીકારી લીધી અને તરત જ એ.સી.બી એ તેમને લાંચ ની રકમ સાથે રંગેહાથે  ઝડપી લીધા હતા અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે પી.એસ.આઈ ના ઘરની પણ તપાસ હાથ ધરવામાં આવશે અને આવક કરતા વધુ સંપતિ હશે તો તેની પણ કાર્યવાહી કરવામાં આવશે પી.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા હોવાના અહેવાલ વાયુવેગે પ્રસરતાં ક્યાં ખુશી તો ક્યાંક ગમ દેખાયો હતો.
અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments