એજન્ટો પાકિસ્તાની સીમકાર્ડ દ્વારા મહત્વની વ્યૂહાત્મક માહિતીની ચોરી કરી શકે

0
1

LOC પર યુદ્ધવિરામ બાદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં સંવેદનશીલ માહિતી લેવા નવી રણનીતિ અપનાવી રહી છે. છેલ્લા 2 મહિનાથી રાજસ્થાનમાં સરહદની 4 કિલોમીટર અંદર સુધી પાકિસ્તાન મોબાઇલ નેટવર્ક મળી રહ્યું છે. ISIના એજન્ટો સરહદ વિસ્તારમાં પાકિસ્તાની સીમકાર્ડ દ્વારા મહત્વની વ્યૂહાત્મક માહિતીની ચોરી કરી શકે છે.

અહીં ISIએ રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીની પ્રવૃત્તિઓમાં પણ વધારો કર્યો છે. ખાસ કરીને શ્રીગંગાનગર અને બિકાનેરની આંતરરાષ્ટ્રીય સરહદ પર છેલ્લા 3 થી 4 વર્ષોમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીના કેસો સામે આવ્યા છે.

પાકિસ્તાને સરહદ પાસે મોબાઈલ ટાવર લગાવ્યા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને રાજસ્થાનની સરહદની પાર ગબ્બર કેહ મંગલ, ભાવલ નગર, જુમંતર, મંથર બંગલો, મિનચંદાબાદ, ખોખરાપાર, રહીમયાર ખાન, ડુંગબંગા, હારુનાબાદ, સાદિકાબાદ, ફકીરવાનર, હસીલપુર, મુબારકા કિલા અબ્બાસ, મંડી સાદી મંગલ, મંડી સાદિકગંજ અને ગબ્બર કેહ ગામોમાં મોબાઇલ ટાવર લગાવ્યા છે. તેના દ્વારા પાક પાલ, વેરિડેટલ, ટેલિનોર, પી.કે.પી.એલ., ઓએસિસ પાક, મોબિલિંગ, પીટી સોરલ, યુ-ફોન કંપનીઓની સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.

પાકિસ્તાન નેટવર્ક સંબંધિત 3 મોટી ચિંતાઓ

1. પાકિસ્તાની નેટવર્કમાં ફક્ત પાકિસ્તાની સિમ કાર્ડનો જ ઉપયોગ કરી શકાય છે. તેને ટ્રેક કરવા માટેની આપણી પાસે કોઈ ટેક્નિક નથી. તેથી જ આ નેટવર્ક અત્યંત ચિંતાજનક છે.

2. તેના ઉપયોગથી ISIને સૈન્ય સબંધિત પ્રવૃત્તિઓ, સંસાધનો, સૈન્ય એકમો, અધિકારીઓ વિશે માહિતી આપતા લોકોને પકડવાનું મુશ્કેલ બનશે.

3. પાકિસ્તાની સિમકાર્ડ અને મોબાઇલ દ્વારા હેરોઇન, હથિયારો અને નકલી નોટ ભારત મોકલવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. સરહદ પર અનેક ઘૂસણખોર પકડાયા પણ છે.

ISI ના બાતમીદારો કરી શકે છે પાકિસ્તાની નેટવર્કનો ઉપયોગ
આ રીતે રાજસ્થાનની સરહદ પર નેટવર્કના સતત વિસ્તરણનો સ્પષ્ટ સંકેત છે કે સરહદની આજુબાજુના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આઈએસઆઈએ પોતાના બાતમીદારો તૈયાર કરી રાખ્યા છે અને તેમને પાકિસ્તાની સીમકાર્ડ અને મોબાઈલ પણ મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે, સરહદ વિસ્તારના વ્યૂહાત્મક મહત્વની ગુપ્ત માહિતી ચોરી કરવાની સંપૂર્ણ શંકા છે.

સોશિયલ મીડિયા કોલ ટ્રેકથી બચવા માટેની યુક્તિ
ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મોબાઇલ કંપનીઓનું નેટવર્ક આવવું એ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ ચિંતાનો વિષય છે, કારણ કે આ નેટવર્કને માત્ર પાકિસ્તાનના સિમ કાર્ડથી જ ઉપયોગ કરી શકાય છે. આ અગાઉ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સોશિયલ મીડિયા કોલ્સને અટકાવીને પાકિસ્તાનના અનેક પગલાંને નિષ્ફળ બનાવ્યા છે.

રાજસ્થાનમાં પકડાયું હતું પાકિસ્તાની સિમ
28 જૂને બીએસએફની G શાખાએ અનુપગઢ શહેરમાં 9 એલપીએમ નિવાસી ગુરવિંદર સિંહ ઉર્ફે ગુરી પુત્ર બટાસિંહને પાકિસ્તાનના સીમકાર્ડ, આઇફોન અને સ્વિફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો. આરોપી પાસે સિમ કાર્ડ અનએક્ટિવેટ હતું. શાંતિ ભંગ બદલ અનુપગઢ પોલીસે ધરપકડ કરી હતી.

નગ્ગી સરહદે પિલર સંખ્યા 318 પર 10 એપ્રિલ 2018ની રાત્રે પાકિસ્તાન તરફથી આવેલા ત્રણ લોકોએ પાકિસ્તાની સીમકાર્ડ સાથેનો સ્માર્ટફોન ભારતીય સરહદમાં પહોંચાડ્યો હતો. તારબંધીની આ બાજુ પણ બે લોકોના પગના નિશાન જોવા મળ્યા હતા. ઘઉંના ખેતરમાંથી સ્માર્ટફોન પણ મળી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here