બિગ બોસ 14 : નિયમ તોડતા વિકાસ ગુપ્તા બેઘર થયો, અગ્રેસિવ થઈ અર્શી ખાનને પૂલમાં ધક્કો માર્યો હતો.

0
14

અર્શી ખાન સાથે શારીરિક રૂપે હિંસક થયા પછી વિકાસ ગુપ્તાને ‘બિગ બોસ 14’માંથી બહાર કાઢી મૂક્યો છે. વિકાસ અને અર્શી શોમાં ઘણીવાર એકબીજા સાથે લડતા દેખાયા હતા. શો ચેલેન્જર રૂપે એન્ટ્રી કરનારા વિકાસને ફિઝિકલ વાયોલન્સ કરવાને લીધે કાઢ્યો છે. તેણે અર્શી ખાનને ધક્કો માર્યો જેને લીધે મેકર્સે આ નિર્ણય કર્યો. હાઉસમેટ્સની સાથે હિંસક થવું એ નિયમોની વિરુદ્ધ છે.

‘ધ ખબરી’ના રિપોર્ટ પ્રમાણે, વિકાસે અર્શી ખાનને પૂલમાં ધક્કો માર્યો હતો. અર્શી અને વિકાસ છેલ્લા ઘણા દિવસથી એકબીજાની સામસામે આવી ગયા છે. વિકસે શોમાંથી બહાર જવા બાબતે અર્શીનું નામ લીધું હતું અને કહ્યું કે હવે તે શિલ્પા શિંદે બની રહી છે.

વિકાસ અને અર્શી વચ્ચે મારપીટની સ્થિતિ પણ આવી ગઈ હતી. એક વિવાદ પછી અર્શીએ વિકાસને માર્યું અને તે જ અંદાજમાં જવાબ આપ્યો હતો. ત્યારે એઝાઝ ખાને બંનેની લડાઈ રોકી હતી. વિકાસે કહ્યું, તારી હિંમત કેવી રીતે થઇ! શું તું પાગલ છે? તે મને મારી રહી હતી. ત્યારે અર્શી બુમો પાડીને બોલી, મને સ્પર્શ ના કરો.

 

સલમાને અર્શીને વોર્નિંગ આપી હતી

વીકેંડના વોર એપિસોડ દરમિયાન સલમાન ખાને અર્શીને ચેતવણી આપી હતી. અર્શીએ કહ્યું હતું કે, મને આશા છે કે સલમાન ખાન મારા હોઠની મજાક કરશે. સલમાને કહ્યું, હું કોઈ પણ પ્રકારના આરોપ માટે ચુપ નહિ રહું. ત્યારે અર્શીએ કહ્યું કે, હું તો બસ મજાક કરી રહી હતી. એ પછી સલમાને કહ્યું, મને આશા છે કે દરેક સ્પર્ધક ઘરમાંથી સન્માન સાથે બહાર જાય. કારણકે મને આવી મજાક ગમતી નથી. આથી સારું રહેશે કે અર્શી આવું બોલે જ નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here