કૄષિ કોમોડિટી : એગ્રી કોમોડિટીમાં સોયાબીન તથા રાયડામાં તેજી

0
0

નવા મહિનાનાં વાયદા અને સપ્તાહનો પ્રારંભ કૄષિ કોમોડિટીમાં લેવાલીના પ્રભાવ વચ્ચે શરૂ થયો હતો. આજે મોટાભાગની કોમોડિટીનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એનસીડેક્સ ખાતે કૄષિ ઇન્ડેક્ષ પણ ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આજે એગ્રિડેક્સ સવારે ૧૩૬૩. ૭૫ અંક સાથે ખુલ્યો હતો અને સાંજે ૧૩૯૯.૯૦ અંક પર બંધ રહ્યો હતો. એકંદરે વેચવાલી વચ્ચે આજે મસાલા, ગુવાર કોમ્પ્લેક્ષ તથા સોયા કોમ્પ્લેક્ષનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે મકાઇ, સરસવ તથા સોયાબીનના અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. એનસીડેક્સ ખાતે આજે સરસવનાં વાયદા કારોબાર ૩૫૬ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે સોયાતેલનાં વાયદા ૩૮૩ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

એરંડા, ચણા, ધાણા, ગુવાર ગમ, ગુવારસીડ, જીરૂ, સરસવ, સોયાબીન, સોયાતેલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૧૨૨ રૂપિયા ખુલી ૫૧૨૬ રૂપિયા, ચણા ૫૦૬૧ રૂપિયા ખુલી ૫૧૫૪ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૯૫૮ રૂપિયા ખુલી ૨૯૨૨ રૂપિયા, ધાણા ૬૬૨૦ રૂપિયા ખુલી ૬૬૬૦ રૂપિયા ગુવાર હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here