મોન્સૂન સત્રનો 7મો દિવસ : કૃષિમંત્રી તોમરે રાજ્યસભામાં ખેતી સાથે સંકળાયેલાં 2 બિલ રજૂ કર્યાં અને કહ્યું, એનાથી ખેડૂતોની જિંદગી બદલાઈ જશે, MSP સાથે એને કોઈ સંબંધ નથી

0
9

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારે ખેતી સાથે જોડાયેલાં બે બિલ ફાર્મર્સ એન્ડ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ અને ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઈસ એશ્યોરન્સ એન્ડ ફાર્મા સર્વિસ બિલ રાજ્યસભામાં રજૂ કર્યાં છે. તેમણે કહ્યું હતું કે બંને બિલ ઐતિહાસિક છે, એનાથી કિસાનોની જિંદગી બદલાઈ જશે. ખેડૂતો દેશમાં કોઈપણ જગ્યાએ તેમનું અનાજ વેચી શકશે. હું તેમને વિશ્વાસ અપાવું છું કે બિલોને ન્યૂનતમ સમર્થન મૂલ્ય(MSP) સાથે સંબંધ નથી.

બીજી તરફ કોંગ્રેસે તેનો જોરદાર વિરોધ શરૂ કર્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી ખેડૂતોના ડેથ વોરન્ટ પર સાઈન કરશે નહિ. બિલને લઈને પંજાબ-હરિયાણાના ખેડૂતો દેખાવો કરી રહ્યાં છે. આ મુદ્દે શિરોમણી અકાલી દળના મંત્રી હરસિમરત કૌરે કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું છે. બિલ લોકસભામાંથી પાસ થઈ ચૂક્યું છે.

સંસદમાં કોણ શું બોલ્યું ?

  • સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે સતાધારી પાર્ટી આ બિલ પર ચર્ચા જ કરવા માંગતી નથી. તે માત્ર આ બિલને પાસ કરવા માટે રજૂ કરી રહી છે. એટલું જ નહિ આ બિલને રજૂ કરતા પહેલા ખેડૂતોના કોઈ સંગઠન સાથે ચર્ચા પણ કરવામાં આવી નથી.
  • તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 2022 સુધીમાં ખેડૂતોની ઈન્કમ ડબલ કરવાનો વાયદો કર્યો છે, જોકે હાલના દર પ્રમાણે તો 2028 સુધી ડબલ થઈ શકશે નહિ. તેમણે વડાપ્રધાનને કહ્યું કે તમારી વિશ્વસનીયતા વાયદાઓના કારણે ઘટી રહી રહી છે.
  • માકપા, તૃણમૂલ કોંગ્રેસ, દ્રમુકના ધારાસભ્યોએ સંશોધનની માંગ કરી. તેને રાજ્યસભાની સિલેક્ટ કમિટીની પાસે મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો.
  • કોંગ્રેસે બિલનો વિરોધ કર્યો. કોંગ્રેસ સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે તે અને તેમની પાર્ટી કિસાનોના ડેથ વોરન્ટ પર સાઈન કરશે નહિ.
  • ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવે કોંગ્રેસને પૂછ્યું કે જ્યારે તમારી સરકાર હતી તો દર વર્ષે ગ્રામીણ ક્ષેત્રોની આવક શાં માટે ઘટી ? તમે આ બિલનો શાં માટે વિરોધ કરી રહ્યાં છો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here