ખુશખબર : આવા સંજોગોમાં પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ ટ્રેનમાં સફર કરી શકશો

0
40

ઇમર્જન્સીમાં ટ્રેનનો પ્રવાસ કરવો હશે અને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવા માટે સમય ન મળ્યો હોય તેવા સંજોગોમાં હવે પ્લેટફોર્મ ટિકિટ ખરીદીને પણ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. પેસેન્જરે ટ્રેનમાં ટીટીઇ પાસેથી ટિકિટ ખરીદવાની રહેશે. પ્લેટફોર્મ ટિકિટની કિંમત રૂ.૧૦ હોય છે અને તે માત્ર એક જ વ્યકિત માટે વેેલિડ હોય છે. પ્લેટફોર્મ ટિકિટના આધારે વ્યકિત બે કલાક સુધી પ્લેટફોર્મ પર રહી શકે છે. જોકે પ્રવાસી પાસે એ જ દિવસની રેલવે ટિકિટ હોય તો પ્લેટફોર્મ ટિકિટની આવશ્યકતા રહેતી નથી.પ્લેટફોર્મ ટિકિટ એક એવા પ્રકારની ટિકિટ છે જે પ્લેટફોર્મ પર પ્રવેશ મેળવતાં પહેલાં રેલવે સ્ટેશન પર ટિકિટના કાઉન્ટર પરથી ખરીદવી પડે છે. પ્લેટફોર્મ ટિકિટ દ્વારા માત્ર પ્લેટફોર્મ પર પ્રવેશવાની મંજૂરી મળે છે, પરંતુ પ્લેટફોર્મ ટિકિટના આધારે ટ્રેનમાં પ્રવેશવાની કે ટ્રેન દ્વારા જે સેવાઓ આપવામાં આવતી હોય છે તેનો ઉપયોગ કરવાની મંજૂરી મળતી નથી, પરંતુ હવે રેલવેએ આ સગવડ આપવાની શરૂઆત કરી છે.
રેલવેના ટ્રેન ટિકિટ કાઉન્ટર પરથી પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકાય છે. આ ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ રેલવે ટિકિટ બુક કરાવવા માટેની યુપીએસ એપ્લિકેશન દ્વારા પણ ખરીદી શકાય છે. જોકે પ્લેટફોર્મ ટિકિટ આઇઆરસીટીસીની વેબસાઇટ દ્વારા ખરીદી શકાતી નથી.

જો તમારી પાસે પ્લેટફોર્મ ટિકિટ હોય તો તે તેની સાબિતી છે કે તમે કોઇ ચોક્કસ સ્ટેશન પરથી ચડયા હતા અને તે સ્ટેશનથી તમારાં ગંતવ્ય સ્થળ સુધીનું ભાડું તમારી પાસે વસૂલ કરવામાં આવશે. આમ પ્લેટફોર્મ ટિકિટ દ્વારા ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી મળતી નથી અને પ્રવાસ કરો તો તમારે ટ્રેનનું ભાડું ચૂકવવું પડશે.

પ્લેટફોર્મ ટિકિટ પ્રવાસીઓના એ ઇરાદાને પણ સ્પષ્ટ કરે છે કે પ્રવાસી કાયદેસર ટિકિટ સાથે પ્રવાસ કરવા માગતા હતા, પરંતુ ઇમર્જન્સીને કારણે ટ્રેનમાં પ્રવાસ કરવાની ટિકિટ ખરીદવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેથી તેમણે પ્લેટફોર્મ ટિકિટના આધારે સ્ટેશનમાં પ્રવેશ કરીને ટ્રેન પકડી હતી. આમ જો પ્રવાસી પાસે પ્લેટફોર્મ ટિકિટ હોય તો તેને ટ્રેનમાં પ્રવાસ કરવાની ટિકિટ મળી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here