અમદાવાદ : કારની સીટ નીચે સંતાડેલો 1 લાખનો વિદેશી દારૂ પકડાયો

0
12

શહેરમાં હોળી-ધુળેટીના તહેવાર પૂર્વે સક્રિય થયેલા બૂટલેગરો પર પોલીસે ધોંસ બોલાવી છે. ત્યારે ક્રાઇમ બ્રાંચની ટીમને બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે એક વિદેશી દારૂ ભરેલી કાર નીકળવાની હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી અમદાવાદ પાસિંગની કારને અટકાવી હતી. કારમાં બે શખ્સ સવાર હતા. પૂછપરછ કરતા એક ખોરાણાનો અજય હંસરાજ સોલંકી અને બીજો કોઠારિયા રોડ, શ્રમજીવી સોસાયટીનો અલ્પેશ ભૂપત ભાલુ હોવાનું જણાવ્યું હતું. પ્રથમ દૃષ્ટિએ કાર ખાલી જોવા મળી હતી, પરંતુ ચોક્કસ માહિતી હોવાથી કારની બારિકાઇથી તપાસ કરતા પાછળના ભાગની સીટ ચેક કરતા તેની નીચેથી ચોરખાનું મળી આવ્યું હતું. જેમાંથી એક લાખની કિંમતની વિદેશી દારૂની 276 બોટલ મળી આવી હતી.

પોલીસે બંનેની ધરપકડ કરી દારૂ, બે મોબાઇલ, કાર મળી કુલ રૂ.5.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સે કેતન પટેલ સાથે મળી ભાગીદારીમાં વિદેશી દારૂ મગાવ્યાની કેફિયત આપી છે. પોલીસે બંને શખ્સની વિશેષ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. જ્યારે સંતકબીર રોડ, સદગુરુ સોસાયટી-1માં રહેતા વિજય રણછોડ કોબિયાને વિદેશી દારૂની 11 બોટલ સાથે પકડી પાડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here