અમદાવાદ : સિવિલમાં મ્યુકર માઈકોસિસના 100 દર્દી, 45 હજુ વેઇટિંગમાં છે

0
3

કોરોનાની સારવાર લીધા બાદ લોકોને થતી મ્યુકર માઈકોસિસની સમસ્યાના કેસોમાં વધારો થયો છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મ્યુકર માઈકોસિસના દર્દી દાખલ છે. 45 જેટલા દર્દી વેઇટિંગમાં છે. પહેલા વેવમાં સિવિલની ઓપીડીમાં દરરોજ આશરે ત્રણ-ચાર દર્દી આવતા હતા જે આંકડો વધીને 20 ઉપર પહોંચ્યો છે. સિવિલના ઈએનટી વિભાગમાં રોજે ચાર સર્જરી થાય છે.

ડાયાબિટીશના દર્દી હોય તેમને આ પ્રકારના રોગ અને લક્ષણો જોવા મળે છે
ડાયાબિટીશના દર્દી હોય તેમને આ પ્રકારના રોગ અને લક્ષણો જોવા મળે છે

ઈએનટી સર્જન ડૉ. કલ્પેશ પટેલે કહ્યું કે, સિવિલના ફકત ઈએનટી વોર્ડમાં હાલ 67 મ્યુકર માઈકોસિસના દર્દી દાખલ છે જેમાંથી 45 લોકોને સર્જરી કરવાની બાકી છે. આવા દર્દીઓનો મોર્ટાલિટી રેટ 40થી 50 ટકા છે. ડેન્ટલ હોસ્પિટલના ડિન ડૉ. ગીરીશ પરમારે કહ્યું કે, મ્યુકર માઈકોસિસના દર્દીઓથી 22 બેડનો આખો ડેન્ટલ વોર્ડ ભરાઈ ગયો છે. આ ચેપ નાક, મોઢા અને આંખમાં લાગે છે. આ એક પ્રકારે ઉધઈ જેવો રોગ છે. જ્યાં પણ સડો હોય તે ભાગે કાઢી નાંખવો પડે છે. છેલ્લા સ્ટેજમાં ચેપ મગજ સુધી પણ પહોંચે છે.

ઓક્સિજનનું પ્રમાણ અને ક્વોલિટી પણ જરૂરી ભાગ ભજવે છે
ઓક્સિજનનું પ્રમાણ અને ક્વોલિટી પણ જરૂરી ભાગ ભજવે છે

ડાયાબિટીસ હોય તો જોખમ વધી જાય છે

મજબૂત દાંત હોય તો પણ એકાએક હલવા લાગે, પેઢામાં પરુ થાય, તાળવાનો રંગ બદલાય, ગાલ પર સોજો આવે, ગાલનો રંગ બદલાય, ઉપરનું જડબંુ, નાકનું હાડકું, આંખ નીચેનું હાડકું ખવાઈ જાય છે. દર્દીને ડાયાબિટીસ હોય, કોરોનામાં સ્ટિરોઈડની જરૂર પડી હોય, પાંચથી વધુ દિવસ ઓક્સિજન પર રહેવું પડ્યું હોય તેમને મ્યુકર માઈકોસિસ થવાની શક્યતા રહેલી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here