અમદાવાદ : ‘પોલીસ પાઠશાળા ’માં બાળકો ભણે છે અને વ્યસન છોડે છે

0
54

અમદાવાદ: શહેરમાં‘પોલીસ પાઠશાળા ’ શરૂ થઈ ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી કે બાળકોને કેવી રીતે પોલીસ સ્ટેશનમાં ભણાવવા લાવવા? કેમ કે ઘણા બાળકો તમાકુ જેવી વસ્તુઓના વ્યસની હતા. વળી મા-બાપ માટે પણ કમાવવાનું સાધન હોવાથી બાળકોના વાલીઓને પણ રાજી કરવા અઘરા હતા. ત્યારે શરૂઆતમાં બાળકોને કક્કો શીખવાને બદલે વ્યસનમુક્ત કર્યા અને ત્યાર બાદ શિક્ષણ આપી એક સારા નાગરિક બનાવ્યા.
હાલ, આ પાઠશાળાની અસર એ થઈ છે કે, જે બાળકો એક સમયે તેમનું નામ પણ નહોતા બોલી શકતા. તે હવે તેમનું નામ લખતા-વાંચતા શીખી ગયા છે.
‘પોલીસ પાઠશાળા ’ના વિદ્યાર્થીઓએ 500 રાખડીથી વધુ બનાવી
અમદાવાદમાં ચાલી રહેલી પોલીસ પાઠશાળાના વિદ્યાર્થીઓની અનોખી કલાકારી સામે આવી છે. રક્ષાબંધનના તહેવારને લઇને આ ગરીબ બાળકોએ ભણવાની સાથે સાથે 500થી વધુ રાખડીઓ બનાવી છે. હવે રક્ષાબંધનમાં આ બાળકોએ રાખડી પણ બનાવી હતી. આ રાખડીઓ તેઓ જ લોકોને વેચશે. કેટલાક લોકોને નજર પડે અને ખ્યાલ હોય છે. તો તે લોકો ત્યાંથી જાતે જ રાખડી ખરીદી પણ શકશે. આ રાખડી વેચાણમાં જે કમાણી થશે તે નાણા આ જ વિદ્યાર્થીઓના ભણતર પાછળ ખર્ચાશે.
પોલીસની પાઠશાળા એક વર્ષથી ચાલે છે
અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-2, દાણીલીમડા અને કાંકરિયા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરુરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે. પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. પણ લગભગ છેલ્લા એક વર્ષથી સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધી ચાલતી ‘પોલીસ પાઠશાળા’ના કારણે ઘણા ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. પોલીસના આ ભગીરથ કાર્યના કારણે આસપાસના ગરીબ બાળકોએ ભીખ માગવાનું કામ છોડીને ભણવા પ્રત્યે પ્રેરિત થયા છે.
સવારે 9થી બપોરના 2 સુધી ભણવાની સાથે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી
2018માં શરૂ થયેલી ‘પોલીસ પાઠશાળા’માં શરૂઆતના દિવસોમાં 5થી 10 બાળકોને ભણવા આવતા હતા. એક વર્ષના અંતે પોલીસના પ્રયત્નોથી દરરોજ 22-25 બાળકો સોમવારથી-શનિવાર સુધી સવારના 9થી બપોરના 2 વાગ્યા સુધી ‘પોલીસ પાઠશાળા’માં ભણી રહ્યા છે. બાળકો ભણવાની સાથે-સાથે વિવિધ પ્રકારની એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે.
ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસ ચાલકોને આ રાખડીઓ બાંધશે
‘પોલીસ પાઠશાળા’ શરૂ થઇ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને બાળકોને નાસ્તો, સ્ટેશનરી, બુક ઉપરાંત જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. હાલ પોલીસ સ્ટાફની સાથે-સાથે લોકોના સહયોગથી ‘પોલીસ પાઠશાળા’ ચાલી રહી છે. સાથે સાથે પોલીસ આ રાખડી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોને રક્ષાબંધન વખતે પણ પોલીસ બાંધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here