અમદાવાદ : દિવ્યાંગ યુવતીની પરિસ્થિતીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક ઝડપાયો

0
32

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી દિવ્યાંગ યુવતી પર તેના જ મકાનમાં ભાડે રહેતા યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતી બહેરી-મુંગી તેમજ અપંગ હોવાનો લાભ ઉઠાવી માતા-પિતાની ગેરહાજરીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતીને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. અમરાઇવાડી પોલીસે આરોપી યુવકની ધરકપડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પરિવાર સાથે રહે છે. યુવતી અપંગ અને બહેરી-મુંગી છે. તેના ઘરની ઉપર મૂળ રાજસ્થાનનો રહેવાસી યુવક ભાડે રહેતો હતો. યુવતીની વિધવા માતા અને બે ભાઇઓ નોકરીએ જતા હતા. અને યુવતી ઘરે એકલી રહેતી હતી. ઘરમાં પરિવારજનોની ગેરહાજરી અને યુવતીની શારિરીક પરિસ્થિતીનો લાભ ઉઠાવી યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય બાદ યુવતીનું શરીર અને પેટ વધવા લાગ્યું હતું. જેથી તેના માતા-પિતાએ યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમા યુવતીને 4 માસનું ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું.

યુવતીની માતાએ સાંકેતિક ભાષામાં તેને પૂછ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ અને જવાબમાં તેણે ઘરના ઉપરના માળ તરફથી ઈશારો કર્યો હતો, યુવતીની માતાએ આ અંગે યુવકને પૂછ્યું હતું, જેણે શરૂઆતમાં તો ના પાડી પરંતુ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા તેણે ગુનો સ્વીકારી લીધો હતો. સાથે જ તેણે ઘણીવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પણ કહ્યું હતું.

યુવકે યુવતીને એબોસન માટે પૈસા આપવાનું કહ્યું હતું. જો કે બાદમાં તે ઘરેથી ભાગી ગયો હતો. અમરાઇવાડી પોલીસે તેને ઝડપવા માટે અલગ-અલગ ટીમો તેના ઘરે મોકલી હતી અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here