અમદાવાદ : 370 નાબૂદ કરવાના પ્રસ્તાવની ગુજરાતભરમાં ઉજવણી, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા લાગ્યા

0
30

અમદાવાદઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યો છે. જેને પગલે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમદાવાદથી લઈ રાજકોટ સહિતના વિવિધ શહેર અને તાલુકા તથા ગામોમાં ઉજવણી થઈ રહી છે.

અમદાવાદના મણિનગરમાં લોકોએ રસ્તા પર ફટાકડા ફોડી આ નિર્ણયને વધાવ્યો હતો અને લોકોએ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા પણ લગાવ્યા હતા. આ સિવાય શહેરની એમજી સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ પણ સેલિબ્રેશન કર્યું હતું.

વડોદરામાં ઉજવણી

વડોદરાવાસીઓ દ્વારા પૂરને ભૂલીને ભારે આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની પ્રેરણાથી ચાલતી રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ દ્વારા માંડવી ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી
અમદાવાદની સાથે સાથે રાજકોટના ત્રિશુલ ચોકમાં પણ લોકોએ ફટાકડા ફોડ્યા હતા. રાજકોટની સાથે સાથે ગોંડલવાસીઓએ પણ ફટાકડાની 370ની પ્રતિકૃતિ બનાવી આતશબાજી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here