કાશ્મીરમાં ત્રિરંગો PM મોદીએ 27 વર્ષ પહેલા લાલચોકથી કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવા કરેલો સંકલ્પ પુરો થયો

0
38

અમદાવાદઃ હિન્દુસ્તાન માટે આજનો દિવસ જેટલો ઐતિહાસિક છે એટલો જ 1992ની 26 જાન્યુઆરીનો દિવસ પણ ઐતિહાસિક હતો. લગભગ 27 વરસ પહેલા 1992ની 26મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોશી સાથે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ સમયે જ તેમણે સંકલ્પ કર્યો હતો કે, સમગ્ર કાશ્મીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકવો જોઈએ, જે આજે 27 વર્ષ બાદ સંસદમાં 370ની કલમ નાબૂદ થતાની સાથે જ સમગ્ર કાશ્મીરમાં ત્રિરંગો લહેરાશે. આ સાથ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપ્રેમ અંગેનો સંકલ્પ પુરો થયો છે.

તણાવપૂર્ણ માહોલ વચ્ચે મોદીએ શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવ્યો 
1992ની 26 જાન્યુઆરીએ શ્રીનગરનાં લાલ ચોકમાં સ્થિતિ બહુજ તણાવપૂર્ણ હતી. આતંકવાદીઓએ પોલીસ મુખ્યાલયની બાજુમાં જ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં તત્કાલિન પોલીસ ડાયરેક્ટર જનરલ ઘાયલ થઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતાને જોતા શ્રીનગરના પ્રશાસને મુરલી મનોહર જોશી, નરેન્દ્ર મોદી સહિતનાં ભાજપના અમુક સિનિયર નેતાઓને હવાઈ માર્ગથી શ્રીનગર પહોંચાડ્યા હતા. લાલ ચોકમાં ચારેય બાજુ સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસના જવાનો તૈનાત હતા. બહુજ તણાવ અને કડક સુરક્ષાના બંદોબસ્ત વચ્ચે નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોષીએ ત્રિરંગો લહેરાવ્યો હતો.

ત્રિરંગો લહેરાવ્યાના બે દિવસ પહેલા જ આતંકીઓને પડકાર્યા હતા
પરંતુ લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતા પહેલા નરેન્દ્ર મોદીએ 24 જાન્યુઆરી 1992ના રોજ એક જાહેરસભામાં કાશ્મીર બેફામ બનેલા આતંકીઓને પડકાર્યા હતા. થોડા સમય પહેલા આ જાહેરાસભાના બહાર આવેલા વીડીયોમાં ભગવા રંગની પાઘડી પહેરીને નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, અમારી યાત્રાની સફળતાએ આતંકીઓને પરેશાન કરી નાંખ્યા છે. લાલ ચોકમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. દીવાલો ઉપર લખેલું છે કે, જેમણે પોતાની માતાનું દૂધ પીધું હોય તેઓ શ્રીનગરના લાલ ચોક પર આવીને ભારતનો ઝંડો લહેરાવીને બતાવે અને જો તે જીવતો પાછો જશે તો આતંકવાદીઓ તેમને ઈનામ આપશે. આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લે, 26 જાન્યુઆરી આડે હવે થોડા જ કલાકો બાકી છે. લાલ ચોકમાં નિર્ણય થઈ જશે કે કોણે પોતાની માતાનું દૂધ પીધું છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે કન્યાકુમારીથી એકતા યાત્રા શરૂ કરતાં 26 જાન્યુઆરી 1992માં શ્રીનગરનાં લાલચોક પર ત્રિરંગો ફરકાવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બહુજ તણાવભર્યા માહોલ અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નરેન્દ્ર મોદીએ મુરલી મનોહર જોષી સાથે ત્રિરંગો લહેરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here