કલમ 370 : ઘણાએ તો એવી આશા વ્યક્ત કરી કે આ નવરાત્રિએ કાશ્મીરમાં પણ ગરબા રમી શકાશે

0
18

અમદાવાદ: 26મી જાન્યુઆરીએ, લાલ ચોક ખાતે જો કોઈ તિરંગો ફરકાવશે તો તેને જીવતા નહીં છોડાય તેવા બેનર્સ કાશ્મીરમાં લાગ્યા હતા. આ સમાચાર ફેલાતા જ તે વખતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના મહામંત્રી તરીકે ફરજ અદા કરતા નરેન્દ્રભાઈએ હેડગેવાર ભવન, મણિનગર ખાતે મિટીંગ બોલાવી અને લાલ ચોક ખાતે ધ્વજ ફરકાવવા માટે એકતા યાત્રા કાઢવાની યોજના ઘડી કાઢી. નરેન્દ્રભાઈએ ચેલેન્જ ઉપાડી કે કોઈ પણ સંજોગોમાં ઝંડો ફરકાવવાનો જ છે. બે દિવસ નકશા પર પ્લાન કર્યા બાદ જયપુર ખાતે ખાસ રથ બનાવવામાં આવ્યો. કાશ્મીરના જ પંડિત દ્વારા રથની ડિઝાઇન બનાવી આપી હતી. જયપુર ખાતે રથ તૈયાર કરવામાં આવતો હતો ત્યારે પણ નરેન્દ્રભાઈએ બે વખત તેનું નિરિક્ષણ કર્યું હતું. કન્યાકુમારીથી શરૂ કરેલી એકતાયાત્રા 14500 કિલોમીટર પૂરી કર્યા બાદ 26 જાન્યુઆરી, 1992ના દિવસે લાલચોક ખાતે અમે તિરંગો લહેરાવ્યો હતો.

હું, નરેન્દ્રભાઈ, મુરલી મનોહર જોષીજી તથા અન્ય અગ્રણીઓ ગોવાથી કન્યાકુમારી પહોંચ્યા હતા અને ત્યાંથી એકતાયાત્રા શરૂ થઈ. 14 હજાર કિલોમીટરની એક્તા યાત્રા દરમિયાન અમે ધાર્યો ન હતો એટલો સારો પ્રતિસાદ કેરળ અને સાઉથના ગામોમાંથી મળ્યો હતો. દિલ્હી ખાતે તો એવું બન્યું હતું કે રસ્તા પર બનાવાયેલા સ્ટેજ સુધી પહોંચવા માટે ભીડની વચ્ચેથી નીકળતા અમને 2 કલાકનો સમય લાગ્યો હતો. પંજાબના ભગવાડી પાસે અમારા પર મિસફાયર પણ થયુ હતુ હુમલાખોરોને લોકોની મેદનીમાં અમે હોઈશુ તેવુ માનીને આ ફાયરીંગ કર્યું હતુ. ત્યાથી યાત્રાને આગળ ધપાવી હતી અને ઉધમપુર ખાતે પહોંચ્યા ત્યારે આર્મીએ અમને અટકાવી દીધા હતા. અમને સૂચના આપી હતી કે હવે તમે કાર લઈને આગળ નહીં જઈ શકો. જવું હોય તો અમે કહીએ તે મુજબ જવાનું રહેશે. આ પછી ઉધમપુરથી આર્મીના વિમાનમાં જ અમને લાલચોક ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી એક કિમી દૂર એક સ્થળે ઉતારવામાં આવ્યા હતા. રાત્રીનો સમય હતો અને ત્યાં ભયાવહ વાતાવરણ હતું, બ્લાસ્ટ થયો હતો, કફર્યુ હતો. પણ અમને કર્ફ્યુ પાસ પણ આપવામાં આવ્યા હતા. છ મહિનાથી લાલ ચોકમાં બેનરો પણ લાગેલા હતા કે જે ભારતનો ધ્વજ ફરકાવશે તેને જીવતા નહીં જવા દઈએ. સ્થિતિ પડકારજનક હતી. જેથી આર્મીએ જ અમારા તમામ સભ્યોને ત્રણ-ત્રણ ટુકડીમાં વહેંચી દીધા હતા. અને ત્રણેય ટીમોને અલગ અલગ સ્થળે રાખી સવારે ભેગા થવાનું કહ્યું હતું. કારણ એ હતું કે જો કોઈ એક ટીમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં નિષ્ફળ જાય તો તેના સ્થાને બીજી ટીમ તિરંગો ફરકાવી શકે. અંતે 26, જાન્યુઆરી 1992ના રોજ અમે લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો. (એક્તા યાત્રામાં મોદીની સાથે ગયેલા ભુજના રૂપ ઠક્કર સાથે ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટર મૃગાંક પટેલ સાથેની વાતચીતના આધારે)

કલમ 370ને RIP, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા લાગ્યા, શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

  • કાશ્મીર ભારતનું મૂકુટ છે. આજનો આ દિવસ ભારતના સ્વર્ણિમ ઈતિહાસનો મહત્ત્વો અધ્યાય બનશે. આ નિર્ણય શ્યામાપ્રસાદ મુખરજીને સાચા અર્થમાં અપાયેલી શ્રદ્ધાંજલિ છે.-વિજય રૂપાણી
  • કાશ્મીરના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કલમ- 370 રદ કરતું બિલ પસાર કરાવવા બદલ વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રીશ્રીને અભિનંદન.-નીતિન પટેલ
  • આઝાદીના સિત્તેર વર્ષ બાદ કાશ્મીરના એકીકરણનો આ અભૂતપૂર્વ નિર્ણય કાશ્મીરી પંડિતોની અનંત લડાઈનો આદર અને આતંકીઓ સામે લડતા શહીદોનું સન્માન બની રહેશે.-જિતુ વાઘાણી

રાજ્યભરમાં એલર્ટ: શહેરના દરિયાપુર, કાલુપુર અને શાહપુરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું
જમ્મુ – કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવાના સરકારના નિર્ણયના પગલે ગુજરાતમાં ક્યાંય કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યભરમાં પોલીસને એલર્ટ કરી દેવાઇ છે. રાજ્યના તમામ પ્રખ્યાત ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવાઇ છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ સહિતની કામગીરી શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયા ઉપર થતી પોસ્ટ ઉપર બાજ નજર રાખવા માટે સાઈબર ક્રાઈમની ટીમોને ખાસ સૂચના આપવામાં આવી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી. તથા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, 370 હટાવી દીધા બાદ કેન્દ્ર સરકારે તમામ રાજય સરકારને એલર્ટ મોકલવામાં આવ્યુ હતુ જેમાં સંવેદનશીલ વિસ્તારો અને ભાંગફોડ કરતા વ્યકિતઓ ઉપર નજર રાખવા તાકીદ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here