Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ : તા.11થી 14 રસી ઉત્સવની અપીલ , પણ ડોઝ માત્ર 6...
Array

અમદાવાદ : તા.11થી 14 રસી ઉત્સવની અપીલ , પણ ડોઝ માત્ર 6 દિવસ ચાલે એટલા જ છે

કોરોનાના કહેરને કાબૂમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં તા.11થી 14 રસી ઉત્સવની અપીલ કરી હતી, જોકે રાજ્યમાં સ્થિતિ એવી છે કે રસીના ડોઝ માત્ર 6 દિવસ ચાલે એટલા જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એગ્રેસિવ વેક્સિનેશન થતું હતું, જેમાં બે દિવસથી ઘટાડો આવ્યો છે. હવે માત્ર 20 લાખ ડોઝ જેટલો જ વેક્સિનનો સ્ટોક છે.

કેન્દ્રે 1.05 કરોડ ડોઝ મોકલ્યા, જેમાં હવે 20.53 લાખ ડોઝ જ બચ્યા છે
ગુજરાતમાં રસીકરણના આંકડા જોવામાં આવે તો કેન્દ્ર દ્વારા ગુજરાતને 1,05,19,330 ડોઝ અપાયા હતા, જેમાં 84,65,490 ડોઝનો ઉપયોગ થયો છે અને સરકારના સ્ટોકમાં હાલ 20,53,340 ડોઝ છે. ગુજરાતમાં રોજના 3,49,645 લોકોને વેક્સિન આપવામાં આવે છે. એ જોતાં આ જથ્થો લગભગ 6 દિવસ સુધી ચાલશે.

નવા ડોઝની આતુરતાથી જોવાતી રાહ
ગુજરાતમાં વેક્સિનેશન વધારવાની સાથે રસીનો જથ્થો પણ જરૂરી હોવાથી ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી વધુ 15 લાખ રસીના ડોઝ મળવાના હોવાનું આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું અને આ 15 લાખ ડોઝ બુધવાર સુધીમાં ગુજરાતને મળી જશે, જેથી ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાય તેવું નથી, કેમ કે હાલનો રસીનો જથ્થો વપરાશે ત્યાં સુધીમાં નવા ડોઝ આવી જશે .

ગઈકાલ સુધી 74 લાખથી વધુને રસી આપવામાં આવી
ગઈકાલે રાજ્યમાં 2 લાખ 71 હજાર 550ને રસી આપવામાં આવી છે. અત્યારસુધી 74 લાખ 4 હજાર 864 લોકોને પ્રથમ ડોઝ અને 9 લાખ 27 હજાર 976 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 83 લાખ 32 હજાર 840નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 17 હજાર 929 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 47 હજાર 100ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીને કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

20473 એક્ટિવ કેસ અને 182 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 32 હજાર 474ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,655 થયો છે તેમજ અત્યારસુધીમાં 3 લાખ 7 હજાર 346 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 20473 એક્ટિવ કેસ છે, જેમાંથી 182 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 20291 દર્દીની હાલત સ્થિર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments