Friday, March 29, 2024
Homeઅમદાવાદ : સઇજપુર વિસ્તારમાંથી પ્લાસ્ટિકની બેગમાં નવજાત બાળકી મળી, પોલીસે સારવાર અર્થે...
Array

અમદાવાદ : સઇજપુર વિસ્તારમાંથી પ્લાસ્ટિકની બેગમાં નવજાત બાળકી મળી, પોલીસે સારવાર અર્થે સિવિલ મોકલી

- Advertisement -

અમદાવાદ: શહેરના સઇજપુર વિસ્તારમાં મોદી કંપાઉન્ડ પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં એક સફેદ કલરની પ્લાસ્ટિકની બેગમાં જીવિત હાલમાં નવજાત બાળકી મળી આવી છે. એક વેપારી ત્યાંથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે નાની બાળકીના રડવાનો અવાજ આવતા તેઓ તાત્કાલિક ત્યાં ગયા હતા અને ત્યાં જોયું તો એક નવજાત બાળકી બેગમાં પડેલી હતી. તેઓ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકીને હાલ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

સઇજપુર સિંધી કોલોની સામે ખુલ્લા પ્લોટમાં રવિભાઇ નામની વ્યક્તિ સોમવારે સાંજે પસાર થઇ રહ્યાં હતા ત્યારે ઉકરડામાંથી એક નાની બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો હતો. જેથી તેઓ નજીકમાં દુકાન ધરાવતા સંદિપભાઇને લઇને ત્યાં ગયા હતા. અને ત્યાં જોયું તો એક સફેદ કલરની પ્લાસ્ટિકની બેગમાં એક નવજાત બાળકી હતી. બાળકી જીવિત હાલતમાં હોવાને લઇ પોલીસ અને 108ને જાણ કરવામાં આવી હતી. સરદાર નગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને બાળકીને સારવાર માટે સિવિલ ખસેડાઇ હતી. પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular