રાજનીતિ : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો, ક્રોસ વોટિંગ મામલે કોંગ્રેસે કરી અરજી

0
27

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બન્ને પૂર્વ ધારાસભ્યોને ડિસ્ક્વોલીફાય કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ બન્ને પૂર્વ ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું અને કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો હતો. જે મામલે હવે કોંગ્રેસે આ બન્ને પૂર્વ ધારાસભ્યોને ડિસ્કવોલીફાય કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપ તરફી વોટ કરીને પાર્ટીનાં વ્હીપનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. જો કે ત્યારબાદ અલ્પેશ અને ધવલસિંહ ઝાલાએ કેસરી ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે આ મામલે આ બન્ને પૂર્વ ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો હતો. જે મામલે હવે કોંગ્રેસે આ બન્ને પૂર્વ ધારાસભ્યોને ડિસ્કવોલીફાય કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.

ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, સમગ્ર દેશના લોકો રાષ્ટ્રવાદી નેતૃત્વ પર ભરોસો છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇના નેતૃત્વથી પ્રભાવિત થયો છું. ભાજપમાં જોડાવા પાછળના કારણો તમામ લોકો જાણે છે. કોંગ્રેસમાં ગરીબોની સેવા કરવાની ભાવનાની ઉણપ છે. કોંગ્રસેના જૂથવાદથી તમામ લોકો વાકેફ છે. રાજનીતિનો મૂળ ગુણધર્મ લોકહિત છે. સ્વાર્થ અને વ્યક્તિગત ઘેલછા કોંગ્રેસમાં છે. આ કોઇ ટિકિટ માટેની લડાઇ નથી. લોકોએ સાથે મળીને દારૂબંધી સામે કામ કરવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here