અમદાવાદ : હાઈકોર્ટે દુષ્કર્મ બાદ સગીરાની હત્યા મામલે દિનેશ વસાવાની મૃત્યુદંડની સજા બદલી 25 વર્ષની જેલની સજા ફટકારી

0
17

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મ બાદ સગીરાની હત્યા કરવા મામલે દિનેશ વસાવાને 25 વર્ષની જેલની સજા ફટકારી છે. હાઈકોર્ટે મોડાસા સેશન્સ કોર્ટની મૃત્યુદંડની સજા 25 વર્ષની જેલની સજામાં બદલી દીધી છે. દિનેશ વસાવાને 2014 અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઇ ગામે 2014માં સગીરાની દુષ્કર્મ બાદ હત્યા કરવા મામલે સજા ફટકારી છે.

શું છે મામલો

મોડાસા તાલુકાના લીંભોઇ ગામે 2014માં 8 વર્ષની બાળાને ચોકલેટ આપવાના બહાને દિનેશ વસાવાએ ઉઠાવી જઈ દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હતી. દોષિત દિનેશે હત્યા કર્યા બાદ સગીરાને કૂવામાં નાંખી દીધી હતી. બાળકી ગુમ થવાની ઘટનાથી પરિવારજનો અને ગામલોકોએ શોધખોળ હાથ ધરતા દુષ્કર્મના આરોપીએ પણ બાળકીની શોધખોળમાં જોડાઈ પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે ગુનો ઉકેલી દિનેશ વસાવાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગે મોડાસા સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા 4 વર્ષ પછી કોર્ટે 2018માં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. આ મૃત્યુદંડની સજાને આજે હાઈકોર્ટે 25 વર્ષના કારાવાસની સજામાં પલટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here