Monday, October 18, 2021
Homeઅમદાવાદ : ગુનેગારોની માનસિક્તા દૂર કરવાનો અનોખો પ્રયાસ, પોલીસ સ્ટેશનના લોકઅપમાં અને...
Array

અમદાવાદ : ગુનેગારોની માનસિક્તા દૂર કરવાનો અનોખો પ્રયાસ, પોલીસ સ્ટેશનના લોકઅપમાં અને દિવાલો પર સુવિચારો લખાયા

અમદાવાદ: સામાન્ય રીતે ગુનેગારો જ્યારે જેલમાં હોય છે ત્યારે તેમના માનસપર ગુનો કર્યો હોય તેની અસર વર્તાય છે. કોઇપણ ગુનેગાર હોય તે જેલમાંથી છુટ્યા બાદ ફરીથી તે જ ગુનો આચરશે કે નહીં તે કોઇ જાણી શકતું નથી. મોટાભાગના રીઢા ગુનેગારો જેલમાંથી છુટ્યા બાદ ફરી એકવાર તે જ ગુનો કરવા તરફ આગળ વધતા હોય છે. આવા જ રીઢા ગુનેગારોની માનસિક્તા બદલવા માટે અમદાવાદ શહેરના સરદાર નગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમજ સ્ટેશનની દિવાલો પર ગુનાખોરીના વિચારો દુર કરતા અને બોધપાઠ આપતા સુવિચારો સાથેના પેન્ટિંગ બનાવવામાં આવ્યા છે.

અપરાધ છોડો, પરિવાર બચાવો, SAVE GIRLS જેવા સુવિચાર લખાયા
​​​​​​​સમાજમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ચોરી, લૂંટફાટ, બળાત્કાર, છેડતી, શારિરીક માનસિક ત્રાસ, દારૂ, જૂગાર જેવા ગુનાઓ વધી રહ્યા છે. આવા ગુનાના કારણે ગુનો કરનાર વ્યક્તિનો પરિવાર પણ દુ:ખી રહેતો હોય છે અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો હોય છે. ગુનો કરવાના કારણે એક પરિવાર વેરવિખેર પણ થતો હોય છે. ગુનેગારોના માનસપરથી ફરીથી આ પ્રકારનો ગુનો ન આચરે અને તેનામાં સારા વિચારોની સિંચન થાય તે માટે સરદાર નગર પોલીસ સ્ટેશનના પી.આઇ ચેતન ચાદવ દ્વારા પોલીસ સ્ટેશનના લોકઅપ તેમજ દિવાલો પર, અપરાધ છોડો, પરિવાર બચાવો, SAVE GIRLS,નશાકારક પદાર્થથી દૂર રહો, આવો ગુનાના અંધકારને છોડી પ્રગતિના પંથ તરફ આગળ વધીએ તેવા સુવિચારો તેમજ પેન્ટિંગ દ્વારા સંદેશો આપવામાં આવી રહ્યો છે. સમાજમાં રહેલા દૂષણોને દૂર કરવાના પણ સુવિચારો લખવામાં આવ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments