અમદાવાદ :”આઈના કન્વર્ઝ” હેઠળ ડો.સંબિત પાત્રા-દ્વારકેશ લાલજીએ શ્રીકૃષ્ણના જીવનના પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કર્યા

0
42

અમદાવાદઃ છેલ્લા 15 વર્ષથી અમેરિકા અને ભારતમાં વૈવિધ્ય સભર કાર્યક્રમો પીરસીને “આઈના” સંસ્થાએ “ચાલો ગુજરાત”ના નેજા હેઠળ અત્યંત પ્રતિષ્ઠીત સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્ષ 2005થી શરુ કરીને આજ દિન સુધીમાં નિરંતર નાવીન્ય સભર કાર્યક્રમોને લીધે “આઈના” ટ્રેડમાર્ક બની ગઈ છે. હવે “આઈના” દ્વારા ભારતભરના શહેરોમાં રસપ્રદ વિષયો ઉપર”આઈના કન્વર્ઝ”ના નામે અર્થસભર વક્તવ્યોની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. “આઈના કન્વર્ઝ” ના નામે રજૂ થઈ રહેલા આ કાર્યક્રમોમાં દેશના પ્રગતિશીલ યુવાનો અને પ્રબુદ્ધ શ્રોતાઓના સુંદર સમન્વય સમક્ષ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, વિકાસ, કલા અને સાહિત્ય જેવા વિવિધતાસભર વિષયો ઉપર જે તે વિશેના તજજ્ઞો અને અગ્રણીઓના વિશિષ્ઠ વક્તવ્યો પીરસવામાં આવે છે.

હવે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ,રાજકોટ અને સુરતમાં કાર્યક્રમ યોજાશે

આ સમગ્ર કાર્યક્રમોની શ્રેણી કલા અને સાહિત્યના એક અનોખા મિશ્રણ તરીકે રજૂ થશે. આ કાર્યકમની પ્રથમ ભાગનો વિષય શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કરવાનો છે. જે તારીખ 2 ઓગસ્ટના રોજ અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રાતના 8 વાગ્યે યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રા, વૈષ્ણવાચાર્ય પ.પૂ શ્રી દ્વારકેશલાલજી, લેખક-વક્તા જય વસાવડાએ કૃષ્ણ જીવનના વિવિધ આયામોને આજના જીવન સાથે સાંકળ્યા હતા. તેની સાથે સાથે વિખ્યાત ગાયિકા મીરાંદે શાહે કૃષ્ણ ગીતો રુપે અજવાળા પાથર્યાં હતાં. આજ પ્રકારના રસપ્રદ વિષય વસ્તુ ઉપર આગામી સમયમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ,રાજકોટ સુરત જેવા શહેરોમાં યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here