અમદાવાદ : બહેનપણીએ જ પર્સ ચોરી ATM કાર્ડથી રૂ. 27,500 ઉપાડી લીધા

0
18

અમદાવાદ: ઘોડાસરની રમ્યાકુંજ સોસાયટીમાં રહેતાં પૂજાબહેન ભામ્બુ વસ્ત્રાપુર તળાવ પાસે એક શો રૂમમાં સેલ્સ નોકરી કરે છે. 31 જુલાઈએ 5 વાગ્યે પૂજાબહેન એક્ટિવા લઇને નોકરી આવ્યાં હતાં, તેમણે આમ્રપાલી બિલ્ડિંગ સામે પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કર્યું હતું. તેઓ એક્ટિવા લેવા ગયા ત્યારે ત્યાં એક્ટિવા ન હતું.

સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે યુવતી પૂજાબહેનની બહેનપણી જ હોવાનું જાણવા મળ્યું 
આ અંગે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આ સમયે પૂજાબહેનનું પર્સ પણ ચોરાઇ ગયુ્ં હતું. જેમાં તેમના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ચોરે 3 ટ્રાન્ઝેક્શનથી.27,500 ઉપાડી લીધા હતા. આ અંગે પીઆઈ એમ.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે પૂજાબહેનનું ડેબિટ કાર્ડ જે એટીએમ સેન્ટરમાં વપરાયું હતું ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તે યુવતી પૂજાબહેનની બહેનપણી જ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આઝાદ સોસાયટીની બાજુમાં આવ્યા સ્વંયભૂ એપાર્ટમેન્ટમાં રહેતા ઉન્નતિબહેન દાસાણી 5 ઓગસ્ટે વસ્ત્રાપુર લેક ખાતે બેસવા ગઇ હતી. ત્યારે તેના એક્ટિવાની ડેકી તોડીને ગઠિયો પાકીટ ચોરી ગયો હતો. તેમના પાકીટમાં ડેબિટ કાર્ડ, રોકડા રૂ.2 હજાર અને મહત્વના કાગળો હતો. જો કે તેમના ડેબિટ કાર્ડથી ચોરે ખાતામાંથી રૂ.20 હજાર ઉપાડી લીધા હતા. વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here