Friday, August 12, 2022
Homeઅમદાવાદ : પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસના દોષિતો જેલમાં, અસગર અલીને...
Array

અમદાવાદ : પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસના દોષિતો જેલમાં, અસગર અલીને હૈદરાબાદથી લવાશે

- Advertisement -

અમદાવાદઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો પલટાવી 12ને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી ત્રણે સજા ભોગવી લીધી છે, જ્યારે 8ને આજીવન કેદની અને એક દોષિતે જીવે ત્યાં સુધી કારાવાસની સજા ભોગવવાની છે. જેને પગલે સીબીઆઇએ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાંથી 9 દોષિતો સામે વોરન્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી નવ દોષિત સામે વોરન્ટ ઈસ્યુ કર્યાં હતા. ત્યાર બાદ 9માંથી 8 દોષિતો કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે એક દોષિત અસગર અલી હાલ હૈદરાબાદની જેલમાં છે, જેને હવે ગુજરાત લાવવામાં આવશે.

કોણ કોણ છે દોષિતઃ આ પહેલા 8 દોષિતોએ શરણાગતિ માટે પારિવારિક કામ હોવાનું કારણ દર્શાવી એક અઠવાડીયાનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે દોષિતોની માંગ ફગાવી જેલ ભેગા કર્યાં છે. સુપ્રીમ કોર્ટે કલીમ એહમદ કરીમી, અનિસ માચિસવાલા, મહમ્મદ યુનુસ સરેશવાલા, રેહાન પૂંઠાવાલા, મહમ્મદ રિયાઝ, મહમ્મદ પરવેઝ શેખ, પરવેઝ ખાન પઠાણ સિદ્દીકી અને મહમ્મદ ફારૂક ઉસ્માનગનીને આજીવન કારાવાસની તથા મહમ્મદ અસગર અલીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે.

સેશન્સનો ચુકાદો: પોટા કોર્ટના જજ સોનિયાબેન ગોકાણીએ સાક્ષી અનિલ યાદવરામની જુબાની તથા હત્યાના હથિયાર, કૉલ ડિટેલ્સ અને હૈદરાબાદના અસગરઅલીની અમદાવાદમાં હાજરી સહિતની બાબતોને આધારે 12 આરોપીઓને દોષી ઠેરવીને સજા આપી હતી.

હાઇકોર્ટનો ચુકાદો: જસ્ટિસ ડી.એચ.વાઘેલા અને જસ્ટિસ જે.સી.ઉપાધ્યાયની બેન્ચે નજરે જોનાર સાક્ષી યાદવરામની જુબાની ગ્રાહ્ય રાખી નહોતી. તથા સીબીઆઇની તપાસને અયોગ્ય ઠેરવી આરોપીઓને દોષમુક્ત ઠેરવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમનો ચુકાદો: જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે 12 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. 12માંથી બે આરોપીની સજાની મુદ્દત પૂર્ણ થઈ છે જ્યારે એક આરોપીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો બદલ્યો હોવાથી સેશન કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો.

શું છે મામલોઃ 26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 જૂન, 2007ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular