મેઘરાજાની રિ-એન્ટ્રી : મધ્ય ગુજરાત બન્યું જળબંબાકાર, 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી

0
15

ચોમાસું: છેલ્લા 24 કલાકમાં મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ ચાલુ છે. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાઓ ઉભી થઇ હતી. મેઘમહેરથી મોટાભાગના ડેમ છલકી ઉઠયાં હતા. ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે 6 વર્ષ બાદ નર્મદા નદીએ 28 ફૂટની સપાટી વટાવી હતી. સવારે 7 વાગ્યા બાદ ગોલ્ડન બ્રીજ ખાતે પાણીના સ્તરમાં સતત વધારો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદથી સ્થાનિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં પણ આવ્યાં છે. વરસાદનું પાણી લોકોના ઘરોમાં ઘુસી જવાથી માલ-સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ પ્રકારની પરિસ્થિતીમાં એનડીઆરએફ અને પોલીસની ટીમે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી છે અને મુશ્કેલીમાં પડેલા લોકોની પડખે ઉભેલા જોવા મળ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here