Monday, January 24, 2022
Homeવિશ્વ સિંહ દિવસ : ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ ગીતા કહ્યું છે કે,...
Array

વિશ્વ સિંહ દિવસ : ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ ગીતા કહ્યું છે કે, પશુઓમાં હું સિંહ છું

અમદાવાદ: 1893માં અંગ્રેજોને સિંહ દેખાયા નહીં. જેને લઇ બ્રિટીશરોએ જૂનાગઢ રાજ્યને સિંહને બચાવવા વધુ જાગૃતિ લાવવા કહ્યું આ ઉપરાંત 1968માં સિંહની સંખ્યા 177 થયા બાદ સરકારી તંત્ર સિંહનાં સંવર્ધન અને સંરક્ષણને લઇ કડક કાયદા ઘડ્યા હતા. 2007થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

શ્રીમદ્ ભાગવદ ગીતામાં ભગવાન કૃષ્ણ એ કહ્યું છે કે, मृगाणां च मृगेन्द्रोड्हं અર્થાત પશુઓમાં હું સિંહ છું 
પ્રોફેસર રામાનુજ શુક્લના જણાવ્યા અનુસાર સિંહ એ સિંહ નથી ધર્મ છે, ઇકોનોમી છે, સિંહ એથીક છે, સિંહ રાજા છે, કારણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભાગવદ ગીતાનાં 10માં અધ્યાયનાં 30માં શ્લોકમાં કહ્યું છે કે પશુઓમાં હું સિંહ છું જેથી સિંહનું મહત્વ વધી જાય છે.

વિશ્વનાં 6 દેશો સહિત 210 સિંહ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જુદા-જુદા ઝૂ માં છે.

આફ્રિકન અને એશિયાટીક સિંહ વચ્ચે તફાવત

 • પેટના નીચેનો એબ્ડોમિનલ કોડ એશિયાટીક સિંહમાં હોય છે.
 • આફ્રિકન સિંહમાં હોતો નથી. સિંહની ઉંચાઇ વધુ હોય છે. એશિયાટીક સિંહ નીચા હોય છે.
 • આફ્રિકન સિંહની કેશવાળી લાંબી હોય છે.
 • આફ્રિકન સિંહની પૂંછડીમાં વાળ ઓછા હોય છે. જ્યારે એશિયાટીક સિંહની પૂછમાં વાળ વધુ હોય છે.

મોટી ત્રણ ઘટના જેણે દેશમાં ચર્ચા જગાવી હતી

 • 2005-ગિર જંગલની બાબરીયા રેન્જમાં ત્રણ સિંહનો શિકાર થયો હતો. આ ઘટનાને લઇ મોદી દોડી આવ્યા હતા.
 • 2015-ગિર અમરેલીનાં લીલીયા કાંકરેચ વિસ્તારમાં ભારે પુર આવ્યું હતું. જેમાં એક સાથે 13 સિંહ તણાઇ જવાથી મોતને ભેટ્યા હતા.
 • 2018-દલખાણીયા સહિતનાં વિસ્તારમાં બીમારીનાં કારણે 23 સિંહોનાં મોત થયા હતા. ત્યાર બાદ અમેરિકાથી રસી મંગાવાઇ હતી.

ફ્લેશબેક

 • 1880 માં જૂનાગઢ રાજ્યે શિકારધારો ઘડ્યો હતો. સિંહનો શિકાર કરે તો 1000 કોરીનો દંડ અને એક વર્ષની કેદની સજા કરવામાં આવતી હતી.
 • 1890 માં પ્રિન્સ આલબર્ટ ગીરમાં શિકાર કરવા આવ્યા હતા. પણ શિકાર મળ્યો ન હતો.
 • 1893 માં મુંબઇનાં ગર્વનર લોર્ડસ હેરીશ શિકારે આવ્યા હતા. પણ ત્રણ દિવસે માંડ શિકાર થયો હતો. નવાબ રસુલખાનજીએ સિંહનાં શિકાર ઉપર પ્રતિબંધ મુક્યો હતો.
 • 1925 માં નવાબ મહાબતખાનજી ત્રીજાએ પ્રતિબંધ કડક કર્યો હતો. અને પોતાની સહી વિના કોઇને શિકારની પરવાનગી ન આપવાનો કાયદો કર્યો હતો.

ડો. પ્રદ્યુમન ખાચર (ઇતિહાસવીદ)ના જણાવ્યા અનુસાર

 • અન્ય રાજાઓ શિકાર કરવા આવતા તો તેના ઉપર કેસ દાખલ કરવામાં આવતો હતો.
 • કોણે કોણે સિંહનો શિકાર કર્યો તેના પત્રક બનાવવામાં આવતા હતા.
 • કોઇને સિંહના શિકારની પરવાનગી મળે તો રાજ્યનાં ચુનંદા શિકાર પાર્ટીનાં માણસો તેમની સાથે જતાં.

સિંહની વિશેષતા

 1. સિંહને રોજ 7 કિલો માંસ જોઇએ.
 2. 24 કલાકમાં 16થી 20 કલાક આરામ કરે.
 3. રાત્રે ઠંડકમાં શિકાર કરવાનું વધુ પસંદ કરે.
 4. સિંહની આંખો માનવી કરતા 6 ગણી વધુ સંવેદનશીલ હોય છે.
 5. બીલાડી કુળનું બીજા નંબરનું પ્રાણી.

સિંહની વસ્તી

 • 1968માં ગુજરાતમાં 177 સિંહ નોંધાયા હતા
 • 1979માં 205
 • 1985માં 239
 • 1990માં 284
 • 1995માં 304
 • 2000માં 327
 • 2005માં 359
 • 2010માં 411

 

રિપોર્ટર : આર્યન ગોસ્વામી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular