અમદાવાદ : CM રૂપાણીએ અડધી રાત્રે દરમિયાનગીરી કરી વાસણા બેરેજના દરવાજા ખોલાવ્યા અને શહેરને જળબંબાકાર થતું અટકાવ્યું

0
37

ઈરિગેશન વિભાગની આડોડાઈને કારણે અમદાવાદ કૃત્રિમ રીતે જળબંબાકાર થવાની સ્થિતિમાંથી બચી ગયું છે. વાસણા બેરેજની સપાટી ઓગસ્ટના રૂલ લેવલ મુજબ 132 ફૂટ રાખવામાં આવી હતી. રાત્રે વરસાદ શરૂ થઈ જતાં મ્યુનિ.ના અધિકારીઓએ ઈરિગેશન વિભાગને સપાટી 132 ફૂટથી ઘટાડી 127 ફૂટ કરવા રજૂઆત કરી હતી, પરંતુ ઈરિગેશન વિભાગ ટસનો મસ થયો નહીં. એ પછી મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ દરમિયાનગીરી કરી છતાં ઈરિગેશન વિભાગ બેરેજની સપાટી 132 ફૂટથી ઘટાડવા તૈયાર ન હતો.
વાસણા બેરેજના છ દરવાજા ખોલી સપાટી 127 ફૂટે લવાઈ 
આખરે નેહરાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી અને રૂલ લેવલ ઘટાડવા રજૂઆત કરી. અંતે મુખ્યમંત્રીએ શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે રૂલ લેવલ ઘટાડવાની સૂચના આપતા વાસણા બેરેજના છ દરવાજા ખોલી સપાટી 127 ફૂટે લવાઈ હતી.
બેરેજની સપાટી 132 ફૂટ જ રાખવામાં આવે તો વરસાદી પાણી પણ નદીમાં ભળે
શહેરની સ્ટોર્મ વોટરના નિકાલની મોટા ભાગની લાઈનો નદીમાં જોડાયેલી છે. હવે જો બેરેજની સપાટી 132 ફૂટ જ રાખવામાં આવે તો વરસાદી પાણી પણ નદીમાં ભળે અને આ પાણીના નિકાલનો કોઈ માર્ગ રહે નહીં. વધારામાં નદીનું પાણી સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ લાઇનમાં બેક મારે. આને કારણે શહેરમાંથી પાણીનો નિકાલ થઈ શકે નહીં અને ઠેર ઠેર પાણી ભરાયેલાં રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here