Thursday, October 28, 2021
Homeઅમદાવાદ : ચાંદલોડિયામાં રાંધણ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ પકડાયું
Array

અમદાવાદ : ચાંદલોડિયામાં રાંધણ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ પકડાયું

અમદાવાદ: ચાંદલોડિયા જનતાનગર ક્રોસિંગ પાસેના સિમંધર પ્લાઝાના મકાનમાં આવેલા સંતોષ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાનું કૌભાંડ પકડાયું છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિએ પોલીસને સાથે રાખીને દરોડો પાડીને ઘરેલુ અને કોમર્શિયલ વપરાશના ખાલી – ભરેલા 100 બોટલો તેમજ બે લોડીંગ રીક્ષા પકડી પાડી હતી.
ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્યોએ પોલીસ સાથે દરોડો પાડી 100 બોટલ જપ્ત કરી
ગેસ ઓછો આવતો હોવાની ફરિયાદો ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિને મળી હતી. જેથી પ્રમુખ મુકેશ પરીખ અને સભ્યોની ટીમે વોચ ગોઠવી હતી. જનતાનગર ક્રોસીંગ પાસેના સિમંધર પ્લાઝાના મકાનમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બીજી બોટલોમાં ભરીને વેચાતો હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસને સાથે રાખીને ટીમે મકાનમાં દરોડો પાડયો ત્યારે મકાનમાંથી ઓછા વજન વાળા100 ગેસ સિલિન્ડર મળ્યાં હતા.આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના સભ્ય સુચિત્રા સમાદ્દરે સોલા હાઈકોર્ટ પોલીસમાં નોંધાવી હતી.
​​​​​​​ગેસ ઓછો હતો કે નહીં તેની ખરાઈ કરાશે
સોલાના પીઆઈ ડી.એચ.ગઢવીના જણાવ્યા અનુસાર હાલમાં ગુનો નોંધી ગેસના ખાલી અને ભરેલા બાટલા કબજે કરવામાં આવ્યા છે. જ્યારે ખરેખર બાટલાઓમાં ગેસ ઓછો હતો કે નહીં તેની પણ ખરાઈ કરાવવા આવી રહી છે. આ માટે જરુરી નિષ્ણાંતોની મદદ લીધા બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments