દોડધામ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની દિવાલ કૂદી શખ્સ અંદર ઘૂસ્યો

0
28

અમદાવાદઃ 15મી ઓગષ્ટને લઇને શહેરભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેની દિવાલ કૂદીને એક શખ્સ અંદર ઘૂસી જતા દોડધામ મચી ગઇ હતી. જો કે સીઆઇએસએફના જવાનોએ આ શખ્સને ઝડપી પાડી એરપોર્ટ પોલીસના હવાલે કર્યો હતો.

ગત શુક્રવારે સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવેલી હતી. જો કે TW-90 દિવાલ પાસેથી એક શખ્સ રનવે તરફ ઘૂસ્યો હોવાની માહિતી મળતા જ સીઆઇએસએફના જવાનોએ તપાસ હાથ ધરી હતી. તેવામાં ત્યાં બનાવેલી પોસ્ટ પર હાજર કર્મચારીને સીઆઇએસએફના જવાનોએ આ મેસેજ પાસ કર્યો. અને ત્યાં જ એરપોર્ટની અંદરથી શકમંદ હાલતમાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.

યુવાન માનસિક અસ્થિર હોવાની શંકા
આખરે આ બાબતની જાણ એરપોર્ટ પોલીસને કરાઇ અને સીઆઇએસએફના હનુમાનલાલ કાશોટિયાએ પોલીસ ફરિયાદ આપી આરોપીને પોલીસ સમક્ષ સોંપ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેનું નામ સોકા પોશલસિંઘ હોવાનું સામે આવ્યું. જોકે વધુ પૂછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ કોઇપણ કબૂલાત ન કરી અને તે માનસિક અસ્થિર હોવાની શંકા રાખી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here