ભારે વરસાદના કારણે ST બસ વ્યવહારને માઠી અસર, 812 ટ્રીપ બંધ

0
16

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઇને આજે વહેલી સવારથી ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. ભારે વરસાદના કારણે કેટલીક નદીમાં પૂર જેવી સ્થિતિ ઉત્પન થઇ છે. તો કેટલાક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે કે, કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના પગલે કેટલીક જગ્યા પર લોકોના વાહનો પાણીના વહેણમાં ફસાઈ જવાની ઘટના બની હતી. તો કેટલીક જગ્યાઓ પર દીવાલ ધરાસાઈ થવાની ઘટનાઓ બની હતી. વડોદરા, રાજકોટ અને અમદવાદના ગ્રામ્ય વિસ્તારના કેટલાક નીચાણ વાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ.

ભારે વરસાદના કારણે ST બસ સેવાને પણ ઘણી મોટી અસર પડી છે. પેસેન્જરોની સુરક્ષાને લઇને STના ઘણા રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 રૂટ પર 812 જેટલી ટ્રીપ બંધ કરવાની ST વિભાગને ફરજ પડી છે. જેમાં ગાંધીનગર, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર અને મહેસાણાના તરફના STના રૂટને વધારે અસર થઇ છે. કારણ કે, સવારથી વરસતા ભારે વરસાદના કારણે આ વિસ્તારોના કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો કેટલાક રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે. આમાં સૌથી વધારે મહેસાણાના 45 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ભારે વારસાદની સ્થિતિને લઇને સરકારી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી હતી અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને NDRFની 18 અને SDRFની 11 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here