રાહત : ગુજરાતમાં કુલ 83% વરસાદ, હવે 1 વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે

0
13

અમદાવાદ: બંગાળની ખાડીનાં લો-પ્રેશરની અસરોથી રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી ગુજરાતમાં કુલ 83.12 ટકા વરસાદ નોંધાયો છે. જેથી રાજ્યમાં હવે આવનાર એક વર્ષ સુધી પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ પ્રશ્ન ઉભો નહિં થાય. હવામાન વિભાગના આંકડા મુજબ, ગુરુવાર રાતથી શનિવાર સવાર સુધી રાજ્યમાં અનરાધાર વરસાદથી 1 જુનથી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સરેરાશ 458.8 મીમી વરસાદની સામે 528.8 મીમી વરસાદ એટલે કે સરેરાશ કરતાં 15 ટકા વધુ વરસાદ પડ્યો છે.

રાજ્યના 248 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 6 જિલ્લામાં 100 વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના નખત્રણામાં 12.5 ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સરેરાશ 25 ઈંચ અને સીઝનનો 27 ઈંચ વરસાદ નોંધાયો છે.

1 વર્ષ સુધી પાણીની સમસ્યા નહિં રહે
ગુજરાતમાં ત્રણ દિવસમાં ધોધમાર વરસાદના કારણે સરદાર સરોવર ડેમની સપાટી 131.65 મીટર થઈ જતાં ડેમનાં ગેટ ફરી એકવાર ખોલાયા છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 334.93 મીટર થઈ છે. ડેમોમાં પાણીની આવક વધતાં ગુજરાતને હવે 1 વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ
કચ્છ નખત્રાણા 12.5 ઈંચ
મોરબી ટંકારા 10.5 ઈંચ
મોરબી મોરબી 10.5 ઈંચ
કચ્છ અબડાસા 10 ઈંચ
કચ્છ રાપર 8.5 ઈંચ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા 8.5 ઈંચ
કચ્છ લખપત 8 ઈંચ
જામનગર કાલાવાડ 8 ઈંચ
મોરબી માલિયા 8 ઈંચ
રાજકોટ લોઢિકા 7 ઈંચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here