અમદાવાદ : GSTના બે રિટર્ન બાકી હશે તો ઇ-વે બિલ નહીં બની શકે

0
37

અમદાવાદ: જે જીએસટી કરદાતાએ બે મંથલી રિટર્ન ફાઇલ ન કર્યું હોય તેઓ 21 ઓગસ્ટ પછી ઇ-વે બિલ જનરેટ નહીં કરી શકે. ડિપાર્ટમેન્ટના આ નિર્ણયથી નાના કરદાતાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી દહેશત વેપારીઓમાં છે.
ઈ-વે બિલ ન બને તો ખરીદ-વેચાણ બંધ થશે
જીએસટી ડિપાર્ટમેન્ટે માર્ગદર્શિકા જાહેર કરીને જણાવ્યું છે કે, જે કરદાતા બેથી વધારે રિટર્ન ભરવામાં ડિફોલ્ટ થયા હોય તેઓ 21 ઓગસ્ટથી ઇ-વે-બિલ જનરેટ નહીં કરી શકે . આનો અર્થ એ થયો કે, જે વેપારીએ જૂન અને જુલાઈના મંથલી જીએસટીઆર-1 અને જીએસટીઆર-3બી મંથલી રિટર્ન ફાઇલ કરવાના બાકી હશે તે વેપારીઓ માલના ખરીદ-વેચાણ માટેના ઇ-વે બિલ જનરેટ નહીં કરી શકે. જેના કારણે વેપારીઓ ખરીદી-વેચાણ નહીં કરી શકે. 
મોટાભાગના વેપારી રિટર્ન મોડું ભરે છે
ઘણા વેપારીઓ ટાઇમસર ટેક્સ ન ભરી શકતા પાસવર્ડ બ્લોક થઇ જવાથી ટાઇમસર રિટર્ન ફાઇલ કરી શકતા નથી. ઈ-વે બિલ જનરેટ ન થાય તો આવા વેપારીઓને નુકસાન સહન કરવું પડશે. એક અંદાજ પ્રમાણે દેશમાં જીએસટીમાં 1.12 કરોડ લોકો રજિસ્ટર છે, જેમાંથી 23 લાખ લોકો રિટર્ન રેગ્યુલર ફાઇલ કરે છે. જ્યારે મોટા ભાગના લોકો મોડું રિટર્ન ફાઇલ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here