અમદાવાદ : બોપલમાં 10 વૃક્ષની હત્યા, વાવો નહીં તો કંઈ નહીં પણ કાપો તો નહીં

0
31

અમદાવાદ: શહેરના બોપલના સ્ટર્લિંગ સિટી પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટીમાં વૃક્ષોની હત્યા કરવામાં આવી રહી છે. વ્રજ વિહાર સોસાયટીમાં વર્ષોથી રહેતું ડૉકટર દંપતી દીપક પટેલ અને વૈશાલી પટેલ આજે સવારે પોતાના ક્લિનિક ગયું તે સમયે તેમના ઘર પાસેના 10 જેટલા વૃક્ષો કપાયેલી હાલતમાં જોયા હતા. આ અંગે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને ઝાડ કાપનારે તેમને અલગ અલગ જવાબ આપ્યા હતા. હાલ પોતાના ઘર પાસે વર્ષો જુના સાથી એવા વૃક્ષો કપાઇ જતા ડૉક્ટર દંપતી પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે.

થોડા સમય પહેલા તેમણે તેમના ઘર પાસેના ઝાડને ટ્રિમ કરવા માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને મંજૂરી આપી હતી. પરંતુ આજે સવારે દીપકભાઇ અને વૈશાલીબહેન પોતાના ક્લિનિક પર ગયા તે અરસામાં તેમના ઘર પાસેના 10 વૃક્ષ આખા કપાયેલી હાલતમાં હતા. તેની સાથે સાથે અન્ય પણ કાપવામાં આવ્યા છે.

વૃક્ષો કાપનાર કહે છે અમને આખ વૃક્ષ કાપવા કહ્યું, ચેરમેન કહે છે ટ્રિમ કરવા કહ્યું હતું
આ અંગે દીપકભાઇએ  જણાવ્યુ હતું કે, અમે ઘણા વર્ષથી વૃક્ષનો ઉછેર કરીએ છીએ, અમે વૃક્ષોને ટ્રિમ કરવાની મંજૂરી આપી હતી, તેની જગ્યાએ આખા વૃક્ષો જ કપાઇ ગયા છે. આ અંગે ચેરમેન અને સેક્રેટરી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે અમે માત્ર વૃક્ષને ટ્રિમ કરવા માટે કહ્યું હતું, પરંતુ તે સમયે અમે બહાર હતા. બીજી તરફ અમે જ્યારે વૃક્ષા કાપવા વાળાને પૂછ્યું તો તેઓએ આખા વૃક્ષો જ કાપવા માટે કહ્યું હોવાનુ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here