Saturday, August 13, 2022
Homeઅમદાવાદ : આનંદનગરમાં ઓફિસમાં અને સોલામાં બંગલામાંથી જુગારીઓ ઝડપાયા, પોલીસે કુલ 22...
Array

અમદાવાદ : આનંદનગરમાં ઓફિસમાં અને સોલામાં બંગલામાંથી જુગારીઓ ઝડપાયા, પોલીસે કુલ 22 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

- Advertisement -

અમદાવાદ: શ્રાવણ માસમાં શ્રાવણીયો જુગાર લોકો રમતા હોય છે. શહેરના આનંદનગર અને સોલા વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 16 શખ્સની ધરપકડ થઇ છે. ઝોન-7 સ્ક્વોડની ટીમે ગઇકાલે રાત્રે બાતમીના આધારે આનંદનગર રોડ પર દેવ ઓરમ કોમ્પ્લેક્ષમાં 5માં માળે ઓફિસમાં જુગાર રમતા 11 શખ્સને ઝડપ્યા હતા જ્યારે સોલા સાયન્સ સિટી રોડ પર પર્લ બંગલામાં જુગાર રમતા 5ની ધરપકડ કરવામાં આવી છે.

ઝોન-7 સ્ક્વોડની ટીમને ગઇકાલે રાત્રે માહિતી મળી હતી કે, દેવ ઓરમ કોમ્પ્લેક્ષમાં 5માં માળે આવેલી એક ઓફિસમાં કેટલાક શખ્સો જુગાર રહી રહ્યા છે. જેના આધારે પોલીસે એ-508 નંબરની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. ઓફિસમાં 11 લોકો તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને તેઓની પાસેથી કુલ 1.12 લાખ રોકડા તેમજ 11 મોબાઇલ, 4 કાર અને ત્રણ ટુ-વ્હીલર મળી કુલ 14.40 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આનંદનગર વિનાયક રેસિડેન્સીમાં રહેતા અમિતભાઇ માડંલ તેમની ઓફિસમાં તેમના મિત્રો અને પરિચિત લોકોને બોલાવી જુગાર રમાડતા હતા.

ઉપરાંત સોલા પોલીસે બાતમીના આધારે સોલા સાયન્સ સિટી રોડ પર હાર્મોની પર્લ નામના 23 નંબરના બંગલોમાં દરોડો પાડી જુગાર રમતા નમન પટેલ, જય પટેલ, દિશાંત ભટ્ટ, જય દવે અને અભિનવ માલવીયા જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસને તેઓની પાસેથી 27 હજાર 700 રોકડ, 5 મોબાઇલ અને બે કાર મળી હતી. કુલ 8.50 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular