Friday, March 29, 2024
Homeઅમદાવાદ : રૂફટોપ સોલાર એનર્જી મામલે દેશભર ગુજરાતનો ડંકો, 261.97 મેગાવોટના ઈન્સ્ટોલેશન...
Array

અમદાવાદ : રૂફટોપ સોલાર એનર્જી મામલે દેશભર ગુજરાતનો ડંકો, 261.97 મેગાવોટના ઈન્સ્ટોલેશન સાથે નંબર વન

- Advertisement -

અમદાવાદઃ રૂફટોપ સોલાર પ્રોજેક્ટ સ્થાપનની બાબતે દેશભરમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જુલાઈ 23, 2019ની સ્થિતિએ ગુજરાતની કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કેપેસિટી 261.97 મેગા વોટ (MW)ની હતી. ભારતમાં કુલ રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન 1,700.54 મેગાવોટ જેટલું છે. ગુજરાત પછી અનુક્રમે મહારાષ્ટ્ર 198.52 MW સાથે બીજા ક્રમે અને તમિલનાડુ 151.62 MW સાથે ત્રીજા ક્રમે આવે છે. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી આર. કે. સિંહે રાજ્યસભામાં 23 જુલાઈ, 2019ના રોજ ઉપરોકત માહિતી રાજયસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.

40,000 મેગાવોટના રૂફટોપ સોલાર પ્રોજેક્ટ્સની સ્થાપનાનો લક્ષ્યાંક
મંત્રીના જવાબ મુજબ, ભારત સરકારે ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ વર્ષ 2016-17 માટે કુલ રૂ. 678.01 કરોડ, વર્ષ 2017-18 માટે રૂ. 169.73 કરોડ અને વર્ષ 2018-19 માટે રૂ.446.77 કરોડની નાણાંકીય સહાય/પ્રોત્સાહન પ્રદાન કર્યા છે. ભારત સરકારે વર્ષ 2022 સુધીમાં 40,000 મેગાવોટના રૂફટોપ સોલાર (આરટીએસ) પ્રોજેક્ટ્સની સ્થાપનાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં ઘરની છત પર આર.ટી.એસ.( RTS)ની સ્થાપનાનો સમાવેશ થાય છે.

પરિમલ નથવાણી આર.ટી.એસ.(RTS) દ્વારા પેદા થતા વીજળીના જથ્થાને પ્રાપ્ત કરવા માટે ફાળવવામાં આવેલા ભંડોળ અને ઘરની છત પર સોલાર પેનલો સ્થાપિત કરીને વિજ ઉત્પાદન માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા લક્ષ્ય વિશે જાણવા માંગતા હતા.

ગુજરાતમાં 183.51 MW સબસિડીયુક્ત ઇન્સ્ટોલેશન્સ
મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં થયેલા 261.97 MWના ઈન્સ્ટોલેશનમાંથી 183.51 MW સબસિડીયુક્ત ઇન્સ્ટોલેશન્સ છે અને 78.45 MW સબસિડી રહિત ઇન્સ્ટોલેશન્સ છે. મંત્રીએ જવાબમાં એવું પણ જણાવ્યું કે ઘરની છત પર સ્થાપિત સોલાર પેનલ દ્વારા પેદા થતી ઉર્જાના જથ્થાના મૂલ્યાંકન માટે કોઈ ઔપચારિક અભ્યાસ કરવામાં આવ્યો નથી, પણ સરેરાશ એવો અંદાજ છે કે દર વર્ષે સોલાર રૂફટોપ પ્લાન્ટ્સમાંથી પ્રત્યેક મેગાવોટ(MW) દીઠ 1.5 મિલિયન યુનિટ પેદા થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular