Thursday, March 28, 2024
Homeઅમદાવાદ : 24 કલાકમાં અમદાવાદમાં 1907 કેસ નોંધાયા
Array

અમદાવાદ : 24 કલાકમાં અમદાવાદમાં 1907 કેસ નોંધાયા

- Advertisement -

શહેરમાં કોરોનાના કેસ રોજે રોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1907 કેસ નોંધાયા છે. એક અંદાજ મુજબ શહેરમાં દર બે મિનિટે 3 નાગરિકો પોઝિટિવ આવ્યા છે. અગાઉ 15 દિવસે કેસ ડબલ થતાં જેની સામે હવે 4 દિવસમાં જ કેસ બમણા થઈ રહ્યા છે. જ્યારે 20 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજ્યાં છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 624 બેડ ખાલી છે. તેમાંય વેન્ટિલેટરના તો માત્ર 22 જ બેડ ખાલી છે. શહેરમાં કોર્પોરેશનના ચોપડે એક્ટિવ કેસનો આંકડો 5705 પર પહોંચ્યો છે. જ્યારે અનેક દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર વગરના આઈસીયુ માત્ર 8 ટકા અને એચડીયુ બેડ 9 ટકા જ ખાલી છે. દોઢ મહિના પહેલાં ખાનગી હોસ્પિટલોમાં 77 ટકા સુધી બેડ ખાલી હતા.
ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર વગરના આઈસીયુ માત્ર 8 ટકા અને એચડીયુ બેડ 9 ટકા જ ખાલી છે. દોઢ મહિના પહેલાં ખાનગી હોસ્પિટલોમાં 77 ટકા સુધી બેડ ખાલી હતા.

કેસો અત્યંત ઝડપથી વધી રહ્યા છે અને હોસ્પિટલના બેડ મર્યાદિત છે જ્યાં સુધી ઓક્સિજનની જરૂર ન હોય અથવા ગંભીર સ્થિતિ ન હોય ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવાનું ટાળો જેથી જે દર્દીઓને અત્યંત જરૂર છે તેમને બેડ મળી શકે

કોરોનાના કારણે અમદાવાદમાં દિવસે ને દિવસે સ્થિતિ કથળી રહી છે. રોજે રોજ કેસનો આંકડો ઊંચે જઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોની સ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે. હાલમાં દર્દી ગંભીર હાલતમાં દાખલ થતાં હોવાથી સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં 80 ટકા દર્દી ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે. ઓક્સિજનની જરૂરિયાત વધતાં સિવિલની 1200 બેડ હોસ્પિટલની ઓક્સિજનની 20 ટનની ટેન્ક દિવસમાં 3 વાર ભરવી પડે છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદીએ કહ્યું કે, કોરોનાના કેસમાં સતત વધારો થતાં છેલ્લાં બે દિવસ દરમિયાન અંદાજે 250 એમ્બુલન્સ દ્વારા દર્દીને હોસ્પિટલોમાં દાખલ કરાયા છે, જેને કારણે સિવિલ કેમ્પસની 1200 બેડ સહિતની કોવિડની સારવાર આપતી હોસ્પિટલોમાં 90 ટકા જેટલા બેડ ભરાઇ ગયા છે. તેમજ મોટાભાગના દર્દી ગંભીર હાલતમાં આવતાં હોવાથી હોસ્પિટલોમાં 80 ટકા દર્દી ઓક્સિજન અને વેન્ટિલેટર પર છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દી માટેના 400 બેડમાંથી 362 બેડ ભરાઇ ગયા છે, આ 362 બેડમાંથી 50 બેડનું આઇસીયુ ભરાઇ ગયું છે, તેમજ 250 જેટલાં દર્દી ઓક્સિજન પર છે, જયારે અન્ય દર્દી આઇસોલેશનમાં આહ્નાના આંકડાઓ મુજબ, શહેરની ખાનગી હોસ્પિટલોનાં કુલ 5443 બેડમાંથી 4819 બેડ ખાલી છે એટલે કે 89 ટકા બેડ ભરાઇ ગયા છે, અને માત્ર 11 ટકા બેડ ખાલી છે. તેમાંય વેન્ટિલેટર સાથેના 368માંથી 342 બેડ ભરાઇ જતાં 22 અને આઇસીયુુના 801માંથી 738 બેડ ભરાઇ ગયા છે અને માત્ર 63 બેડ ખાલી હોવાથી ખાનગી હોસ્પિટલો પણ ભરાઇ જવાની તૈયારીમાં છે.

સિવિલ કેમ્પસમાં 2335 દર્દી દાખલ
સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં 2335 દર્દી સારવાર હેઠળ છે. જેમાં સૌથી વધુ 1200 બેડમાં 1149 દર્દી છે.

1200 બેડ હોસ્પિટલ 1149
કિડની હોસ્પિટલ 144
મંજૂશ્રી કોવીડ હોસ્પિટલ 331
કેન્સર હોસ્પિટલ 165
યુ.એન. મહેતા હોસ્પિટલ 184
સોલા સિવિલ 362

ખાનગી હોસ્પિટલોમાં માત્ર 11% બેડ ખાલી

બેડનો પ્રકાર કુલ બેડ ભરેલા ખાલી બેડ
આઈસોલેશન 2,114 1780 (84%) 334 (16%)
એચડીયુ 2,160 1955 (91%) 205 (9%)
વેન્ટિલેટર વગરના ICU 801 738 (92%) 63 (8%)
વેન્ટિલેટર સાથે ICU 368 346 (94%) 22 (6%)
કુલ 5,443 4819 (89%) 624 (11%)

​​​​​​​એરપોર્ટ પર કોરોનાનું સંક્રમણ અટકાવવા કોપર કોટિંગ કરાયું

એરપોર્ટ પર આવતા પેસેન્જરોને સંક્રમણ ન લાગે તે માટે પેસેન્જરોના ડાયરેક્ટ સંપર્કમાં આવતી જગ્યાઓ ઉપર કોટિંગ કરાયું છે. જેમાં દરવાજાના હેન્ડલ, ખુરશીનો સમાવેશ થાય છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પણ ધ્યાન રખાઈ રહ્યું છે.

હેબતપુર પાસેના ડોમમાં સવારે 50 ટેસ્ટમાંથી 25 પોઝિટિવ
​​​​​​​શહેરમાં કોરોનાના ટેસ્ટિંગ માટે ઠેર ઠેર ડોમ ઊભા કરાયા છે. એસજી હાઈવે પર હેબતપુર પાસેના ડોમમાં સવારે 2 કલાકમાં જ 50 ટેસ્ટ કરાયા હતા. જેમાં 25 લોકો પોઝિટિવ આવ્યા હતા. અનેક ડોમ પર લાંબી લાંબી લાઈનો જોવા મળે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular