અમદાવાદ : અસહ્ય ઉકલાટ, બફારો અને ગરમીથી લોકો પરેશાન, પણ વરસાદ….પડતો જ નથી

0
33

અમદાવાદ: દર વર્ષે અષાઢ મહિનામાં ધોધમાર વરસાદ પડતો હોય છે અને લોકોએ રેનકોટ પહેરવાની ફરજ પડે છે. ત્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા અમદાવાદમાં અસહ્ય ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. ચોમાસાની સીઝનમાં ઉનાળા જેવી ગરમી પડતા લોકો હેરાન-પરેશાન છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે 45 ટકા વરસાદની ઘટ છે.

અસહ્ય ઉકલાટ અને બફારો છતા વરસાદ પડતો નથી
ચોમાસાની સીઝનને બે મહિના પૂર્ણ થવા આવ્યા પરંતુ અમદાવાદમાં હજુ સારો વરસાદ પડ્યો નથી. તેમજ આસપાસના વિસ્તારોમાં હજુ સુધી ચોમાસું બેસી ગયુ હોય તેવું લાગતું જ નથી. બીજી તરફ અસહ્ય ઉકલાટ અને બફારાનું પ્રમાણ વધ્યું છે તો પણ વરસાદ પડતો જ નથી.

આગામી ત્રણથી ચાર દિવસ હળવેથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા લોકો ચિંતાતુર બની ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તેમજ કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના છે. હવે અમદાવાદમાં વરસાદ ક્યારે પડશે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here