વાદળછાયુ વાતાવરણ : અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ

0
18

અમદાવાદ: આગામી 27 જુલાઈથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આનંદનગર, થલતેજ, એસજી હાઈવે, સરખેજ. સોલા, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં સવારથી અત્યાર સુધી 158મીમી વરસાદ પડ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં અમરેલીના ખાંભામાં 67મીમી વરસાદ વરસ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here