અમદાવાદ : 270 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 112 વિદ્યાર્થીઓ પાસ થયા

0
3

જાન્યુઆરી 2021 માં લેવાયેલી ICWAની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. આ પરીક્ષામાં ઇન્ટરમીડિયેટ તરીકે કુલ 422 વિદ્યાર્થીઓમાંથી 197 પાસ થયા છે. જ્યારે ફાઇનલમાં 270 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 112 વિદ્યાર્થીઓ પાસ થયા છે. 56 વર્ષ બાદ પહેલીવાર અમદાવાદના વિદ્યાર્થીઓના રિઝલ્ટની ટકાવારી આ વર્ષે વધી છે.

ઉલ્લેખનીય છે કે દર છ મહિને લેવાતી પરીક્ષા કોરોનાને કારણે રદ થતા એક વર્ષ બાદ લેવાઈ હતી. જેમાં ઇન્ટરમીડિયેટનું પરિણામ 46.68 ટકા અને ફાઇનલનું પરિણામ 50.44 ટકા રહ્યું છે.

ઓલ ઈન્ડિયામાં 44મો રેન્ક મેળવનાર ધ્રુમિલ દવે
ઓલ ઈન્ડિયામાં 44મો રેન્ક મેળવનાર ધ્રુમિલ દવે

ધ્રુમિલ દવેનો ઓલ ઇન્ડિયામાં 44મો ક્રમ
ICWAના ચેરમેન હરેન ભટ્ટએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓને તૈયારી માટેનો વધુ સમય મળ્યો છે. તેમજ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યાં પ્રોફેશનલ કોર્સમાં ઓનલાઈન પરીક્ષા લેવાઈ હોય. જેમાં ઇન્ટરમીડિયેટરી પરીક્ષામાં અમદાવાદના ધ્રુમિલ દવેએ 658 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં 44 મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ફાઇનલમાં અમદાવાદના મિહિર ત્રિપાઠી પ્રથમ રહ્યા છે.

પહેલીવાર ઓનલાઈન પરીક્ષા લેવાઈ
ઓલ ઇન્ડિયા ઇન્ટરમીડિયેટમાં 44મો ક્રમ મેળવનાર ધ્રુમિલ દવેએ જણાવ્યું કે, તેઓને પરીક્ષાની તૈયારી કરવાનો સમય વધારે મળ્યો હતો. પણ આ વખતે પહેલીવાર ઓનલાઈન એક્ઝામ લેવાઈ હતી એટલે થોડો ડર તો હતો પણ મેં સારી રીતે એક્ઝામ આપી અને હવે હું ફાઇનલની તૈયારી કરીશ. મારું માનવું છે કે પ્રોફેશનલ કોર્સની પરીક્ષા ઓફલાઇન હોય તો બધા વિદ્યાર્થીઓ વધુ સારું લખી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here