Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ : સુભાષબ્રિજ RTOમાં એક સાથે 30 કર્મચારી પોઝિટિવ
Array

અમદાવાદ : સુભાષબ્રિજ RTOમાં એક સાથે 30 કર્મચારી પોઝિટિવ

સુભાષબ્રિજ આરટીઓમાં ઇન્સ્પેક્ટર સહિત 30 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થવાથી કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. આરટીઓમાં રોજના એક હજારથી વધુ લોકો આવે છે, જેથી અરજદારો માટે એક સપ્તાહ પ્રવેશબંદી કરવા એસોસિએશને માગ કરી છે.

આરટીઓમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન હોવા છતાં અરજી અટવાઈ હોય,આરસી બુક, વાહન ફિટનેસ, વાહન ટ્રાન્સફર અને લાઇસન્સના કામ માટે અરજદારોને આરટીઓમાં રૂબરૂ જવું પડે છે. સુભાષબ્રિજ આરટીઓમાં કોરોનાની મહામારી વચ્ચે પણ રોજના 1 હજાર લોકો આવે છે. જેના લીધે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આરટીઓમાં 30 કેસ છે. રોજ એક-બે કેસ આવી રહ્યાં છે. આરટીઓમાં 160નું મહેકમ છે, જેમાં 40 ઇન્સ્પેક્ટરો છે. હાલ 13થી વધુ ઇન્સ્પેક્ટરો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સંક્રમણ ઘટાડવા માટે આરટીઓએ વાહન વ્યવહાર વિભાગ સમક્ષ રજૂઆત કરી નથી અને આરટીઓમાં કામગીરી ચાલુ રાખી છે. સરકારે 50 ટકા કર્મચારીની સંખ્યા ઘટાડવા કરેલા નિર્ણયનું પાલન થતું નથી.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત 10ને કોરોના
ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસાર બાદ રજિસ્ટ્રાર પીયૂષ પટેલ, એકાઉન્ટ ઓફિસર કનૈયાલાલ ઠાકર, પત્રકારત્વ વિભાગના વડા ડો. સોનલ પંડયા સહિતના 10થી વધુ અધ્યાપકો પદાધિકારીઓ કોરોનાની ચુંગાલમાં આવી ગયા છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર પૂર્ણેન્દુ જોષી કાર્યકારી રજિસ્ટ્રાર તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં મેથ્સના અધ્યાપક ડો. રવિ ગોર, ચીફ લાઈબ્રેરિયન યોગેશ પારેખ સહિતના અધ્યાપકો, અધિકારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે થોડાક દિવસો પહેલા આશરે 10 જેટલા પદાધિકારીઓ, કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું.
ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું હતું.

2 દિવસ પહેલાં જ નાયબ સેક્શન ઓફિસરનું કોરોનાથી મોત
હજુ બે દિવસ પહેલાં જ સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય ચિરાગ સોલંકીનું કોરોનાથી અવસાન થયું હતું, જ્યારે 6 દિવસ પહેલાં જ વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયક (આઇપીએસ)નું કોરોનાથી સંક્રમિત થયા બાદ નિધન થયું હતું. ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે IPS અધિકારીનું મોત થયાની આ પ્રથમ ઘટના છે.

ઓગસ્ટ 2020માં સરકાર દ્વારા 58 IPS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં એમ. કે. નાયક (IPS)ને વડોદરાના આર્મ્સ યુનિટમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદથી તેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. એમ. કે. નાયક કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદ ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગત 31મી માર્ચથી દાખલ હતા અને સારવાર દરમિયાન 12મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું.

SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન
ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે. કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. એવામાં સચિવાલય કેમ્પસમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના સંક્રમિત આવી રહ્યા છે. ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનું કોરોનાને કારણે અવસાન થયું છે. સચિવાલય કેમ્પસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં SO, Dy.SO સ્તરના આ પાંચમા અધિકારીનુ અવસાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments