એન્જિયોગ્રાફી વગર હૃદયમાં બ્લોકેજ જાણી શકાશે, આ ટેસ્ટ રૂ. 3 હજારમાં થાય છે

0
76

અમદાવાદ: એપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વડા અને જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડો. સમીર દાણી અને દુષ્યંત બલાતએ જણાવ્યું હતું કે, ‘હૃદયમાં બ્લોકેજ અને હૃદયની નબળાઇ હવે એન્જિયોગ્રાફી વિના 30 મિનિટની સ્ટ્રેઇન ઇકો કાર્ડિયોગ્રાફીથી પકડી શકાય છે. જેમાં હૃદયની નળીમાં બ્લોકેજ, હૃદયની માંસપેશીની નબળાઇ, કઇ માંસપેશીમાં લોહી ઓછું પહોંચે છે તેની ઊંડાણપૂર્વકની માહીતી મેળવી તમારું હૃદય સ્વસ્થ છે કે નહિ જાણી શકાય છે. તદુપરાંત કેન્સરનાં દર્દીને કિમોથેરાપીની દવાથી હૃદયને થતું નુકશાન અટકાવી શકાય છે.

સ્ટ્રેઇન ઇકો કાર્ડિયોગ્રાફીથી હૃદયની સ્વસ્થતાની સંપૂર્ણ માહિતી મળે છે

દર્દીનો રૂટિન ઇકો રિપોર્ટમાં હૃદયનું પમ્પિંગ સહિત બધું એકદમ નોર્મલ હોય પણ જો હૃદયની માંસપેશી પરનો તણાવ( સ્ટ્રેઇન) વધ્યો હોય તો સાચા અર્થમાં દર્દીનું હૃદય સ્વસ્થ નથી, જેથી દર્દીએ હૃદયની વધુ તપાસ અને પ્રિવેન્ટિવ પગલા લેવા આવશ્યક બને છે. મોટેભાગે આ માહિતી જાણવા એન્જયોગ્રાફી કે વાયાબલીટી ટેસ્ટ કરાય છે, જે થોડો મોંધો હોય છે, તેની સામે અડધા કલાકમાં થતી સ્ટ્રેઇન ઇકો કાર્ડિયોગ્રાફીથી હૃદયની સ્વસ્થતાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય છે. તેમજ કેન્સરનાં દર્દીને કિમોથેરાપીથી હૃદયના પંકશન પર થતી આડઅસર જાણી શકાય છે. સમગ્ર ગુજરાતમાં આ ટેસ્ટ એપોલો હોસ્પિટલમાં કરાય છે. મુંબઇ-દિલ્હીમાં રૂ. 8 હજારમાં થતો આ ટેસ્ટ રૂ. 3 હજારમાં થાય છે.

સ્ટ્રેઇન ઇકો કાર્ડિયોગ્રાફી આ રીતે સમજો

આ પ્રોસીજર હૃદયની ફોર ડાયમેન્શન ઇફેક્ટ મળે છે, જેમાં હૃદયની નળીનો બ્લોકેજ, હૃદયની માંસપેશીની નબળાઇ, કઇ માંસપેશીમાં લોહી ઓછું પહોંચે છે, હૃદયના વાલ્વની તકલીફમાં વાલ્વ બદલવા કે ન બદલવો, તાત્કાલિક સર્જરી જરૂરી છે તે અંગે મશીન પર હૃદયનાં ગ્રાફમાં લાલ કલર સિવાયના અલગ કલરમાં દેખાતા ભાગ સ્પષ્ટ જોઈ શકાતા હોવાથી સચોટ નિર્ણય લઇ શકાય છે.

એન્જિયોગ્રાફી કરતાં 60% ઓછી ખર્ચાળ

એન્જિયોગ્રાફીમાં દર્દીને લગભગ અડધો દિવસ અને રૂ. 13થી 15 હજારની આસપાસ ખર્ચ થાય છે. તેની સામે 30 મિનિટમાં થતી સ્ટ્રેઇન ઇકો કાર્ડિયોગ્રાફીમાં 3 હજાર એટલે કે, 60 ટકા ઓછો ખર્ચ થાય છે.

કિમોથેરાપી લેતાં દર્દી માટે ઉપયોગી

કેન્સરનાં દર્દીને કિમોથેરાપીમાં અપાતી કેટલીક દવાની આડઅસરથી હૃદયના ફંકશન પર અસર થાય છે, સ્ટ્રેઇન ઇકો કાર્ડિયોગ્રાફીથી આડઅસર જાણીને હૃદયને થતું નુકસાન અટકાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here