વિધેયક પસાર : એફિડેવિટ માટે હવે રૂ.20ના બદલે રૂ.50ના સ્ટેમ્પ પેપર વાપરવા પડશે, 19 વર્ષે વધારો

0
44

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટી રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરવામાં આવ્યું છે. આ પ્રમાણે હવેથી એફિડેવિટ કરવા માટે રૂ.20ના સ્ટેમ્પના બદલે રૂ.50ના સ્ટેમ્પ વાપરવાના રહેશે. આવી રીતે રૂ.50ના 100ના સ્ટેમ્પ પેપરના વપરાશને બદલે રૂ. 200 અને 300ના સ્ટેમ્પ વાપરવાના રહેશે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં 20 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને પચાસ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના સોગંદનામા અને નોટરીમાં મહત્વપૂર્ણ એવા 20 રૂપિયાનો સ્ટેમ્પ હવે 50 રૂપિયામાં મળશે.

19 વર્ષ બાદ સ્ટેમ્પનો ભાવ વધારો
ગુજરાત વિધાનસભામાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું હતું .જેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી એવા 20 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેમ્પ મોટાભાગે નોટરી અને સોગંદનામું કરવા માટે વપરાય છે. 20 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારા અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે 19 વર્ષ બાદ આ સ્ટેમ્પ નો ભાવ વધારવામાં આવ્યો છે. છેલ્લે 2000ની સાલમાં 20 રૂપિયાનો સ્ટેમ્પ કરવામાં આવ્યો હતો પરંતુ હાલના સમયમાં સ્ટેમ્પના પ્રિન્ટિંગથી માંડીને ડિસ્ટ્રિબ્યુશનનો ખર્ચો વધી ગયો હોવાથી વીસ રૂપિયાના સ્ટેમ્પ હવે પચાસ રૂપિયાનો કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here