અમદાવાદ : ગુજરાતમાં પ્રથમવાર ચાલુ ટ્રેને શોપિંગ, બે ટ્રેનમાં ઓનબોર્ડ શોપિંગની સુવિધા શરૂ કરાશે

0
26

અમદાવાદ: અમદાવાદની બે ટ્રેનમાં આગામી સપ્તાહથી ઓનબોર્ડ શોપિંગની સુવિધા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી ડબલ ડેકર કર્ણાવતી એક્સપ્રેસ આમ બે ટ્રેનોમાં ત્રણ મહિનાના પ્રાયોગિક ધોરણે ફેસિલિટી શરૂ કરવામાં આવશે. હવે મુસાફરોને ચાલુટ્રેને પોતાની મનગમતી અને જરૂરિયાત તમામ નાની-મોટી વસ્તુઓથી લઈ દવા, રમકડા અને સ્ટેશનરી સહિત વિવિધ વસ્તુઓ મળી જશે.

મુસાફરો પાસે MRP મુજબ કિંમત વસુલાશે
ઓનબોર્ડ શોપિંગ સુવિધા અંગે અમદાવાદ પશ્ચિમ રેલવેના DRMએ જણાવ્યું હતું કે, ચાલુટ્રેને ઓનબોર્ડ સુવિધાનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જે આવતા સપ્તાહથી બે ટ્રેનમાં શરૂ કરાશે. ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેથી MRP પ્રમાણે કિંમત વસુલ કરવામાં આવશે. અને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here