અમદાવાદ : ભાજપના કાઉન્સીલરે ગેરેજ સીલ કરવા ધાકધમકી અને સત્તાનો દુરપયોગ કર્યો, ગેરેજ માલિકનો આરોપ

0
21

અમદાવાદ: બોડકદેવમાં રહેતા ગેરેજના માલિકે ભાજપના નેતા અને બોડકદવે વિસ્તારના કાઉન્સીલર દિપ્તિ અમરકોટિયા સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ગેરેજના માલિક ચેતન શાહે અરજીમાં દિપ્તી અમરકોટિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે, દીપ્તિ અમરકોટિયાએ ગેરેજ સીલ કરવા માટે રાજકીય ધાકધમકી આપી સત્તાનો દુરપયોગ કર્યો છે.

GDCRના નિયમ પ્રમાણે NOC લેવાની જરૂર નથી
પોલીસ સ્ટેશનામાં કરેલી અરજીમાં ચેતન શાહે આરોપ લગાવ્યો છે કે તેમનું ગેરેજ જે તેમણે ભાડે આપી દીધો છે, તેને ફાયર NOCન હોવાના કારણે આ વર્ષની 13મી જુલાઈથી સીલ કરી દેવામાં આવી છે. જો કે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (GDCR)ના નિયમ પ્રમાણે, તેમની મિલકતને ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી એનઓસી લેવાની કોઈ જરૂર નથી. તેમ છતાં તેમણે દોઢ મહિના પહેલા એનઓસી માટે ફાયર વિભાગમાં અરજી દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે અમરકોટિયા ફાયર વિભાગના અધિકારીઓને તેમને એનઓસી ન આપવા માટે દબાણ કરતાં હોવાથી તેમની અરજી ફાયર વિભાગમાં પેન્ડિંગ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here