Saturday, September 18, 2021
Homeઅમદાવાદ : ગેરકાયદે બાયોડીઝલ વેચતા બનાવતા 414 શખ્સ ઝડપાયા
Array

અમદાવાદ : ગેરકાયદે બાયોડીઝલ વેચતા બનાવતા 414 શખ્સ ઝડપાયા

પર્યાવરણ માટે જોખમી એવા બાયોડીઝલના ઈંધણનું વેચાણ અને ઉત્પાદન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ગત સપ્ટેમ્બરથી શરૂ કરાયેલી ઝૂંબેશ છેલ્લા અઠવાડિયામાં વેગવાન બનાવાઈ છે. પોલીસે 250થી વધુ કેસ કરી 414 શખ્સે ઝડપી લીધા છે અને આ ઝૂંબેશ હજુ આગળ ધપાવાશે.

ગુજરાતમાં અનેક સૃથળે બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ અને ઉત્પાદન કરવામાં આવતું હોવાની બાબત સરકારના ધ્યાન ઉપર આવી હતી. વહીવટી તંત્ર, પુરવઠા તંત્ર, રાજ્ય વેરા વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આવા ગોરખધંધા ઉપર રેડ કરવાની ડ્રાઈવ ચલાવવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને ખાસ એક્શન પ્લાન અંતર્ગત બાાયોડીઝલના અનિધકૃત ઉત્પાદન અને વેચાણ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. બાયોડીઝલના નામે હલકી ગુણવત્તાના પેટ્રોલિયમ પેદાશોનું મિશ્રણ કરીને વેચવામાં આવતું હોવા અંગે તેમજ આ પદાર્થો ઉદ્યોગોના વપરાશ માટે આયાત કરાતા હોવા અંગે પણ તપાસ કરવા આદેશ કરાયા હતા.

ગુજરાત પોલીસે સપ્ટેમ્બર-2020થી અત્યાર સુધીમાં કુલ 250થી વધુ ગુના નોંધી 414 આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા બે દિવસમાં જ 32 ગુના શોધી કાઢી કુલ 60 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાયોડીઝલના નામે ઈંધણ વેચતા હોય તેમની પાસે બાયોડીઝલ વેચવાનો કોઈ પરવાનો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. બાયોડીઝલના નામે વેચવામાં આવતો જથૃથો ક્યાંથી આવે છે તે અંગે પણ તપાસ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments