અમદાવાદ : વાડજમાં યુવકે બાથરૂમમાં સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બૂમાબૂમ કરતા ભાગ્યો

0
31

અમદાવાદ: વાડજ વિસ્તારમાં બાથરૂમ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવકે બાથરૂમનું પતરું ઉંચુ કરીને સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. ત્યારે મહિલાએ તેનો મોબાઈલ પકડી લેતા અને બૂમાબૂમ કરતા યુવક ભાગી ગયો હતો. ઘટના અંગે વાડજ પોલીસે ગુનો નોંધી વિકૃત યુવકની તપાસ હાથ ધરી હતી.

પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવક ફરાર થયો
મળતી માહિતી પ્રમાણે જૂના વાડજમાં રહેતી યુવતી બપોરે ઘરના બાથરૂમમાં સ્નાન કરતી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતો વિજય વાઘેલા નામના યુવકે બાથરૂમનું પતરું ઉંચુ કરીને મોબઈલ વડે વીડિયો ઉતારવા લાગ્યો. યુવતીને જાણ થતા તેને મોબાઈલ પકડી લીધો હતો અને બૂમાબૂમ કરતા વિકૃત યુવકે મહિલાને તું પોલીસને જાણ કરીશે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ફરાર થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here