ચૂંટણી : ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ સમર્થિત જૂથ

0
78

અમદાવાદ: ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ ભાજપની હોય તેવું સામે આવ્યું છે. ભાજપ ડોક્ટર્સ સેલ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ભાજપના એક જૂથ દ્વારા પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આયુર્વેદ બોર્ડના ચેરમેને દાવો કર્યો હતો કે આ મામલે ભાજપ મોવડી મંડળ શિસ્તભંગનાં પગલાં લેશે.
ડોકટર્સ સેલે 13 ઉમેદવાર ઉતાર્યા
એક તરફ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ કાર્યકરોને પક્ષમાં જોડવા માટે કમ્પેઈન ચલાવી રહી છે. જ્યારે બીજી તરફ અલગ અલગ પક્ષના કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં આજે મતદાન થઇ રહ્યું છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 13 ઉમેદવારોની યાદી ડોક્ટર્સ સેલ દ્વારા જાહેર કરવામાં આવી હતી.
1. ડો. છગનભાઇ વાઘાણી ( પટેલ ) સુરત
2. ડો. સંજય સી માવિનકુરે, વલસાડ
3. ડો. રાજેન્દ્ર અમીન ( પટેલ ) બરોડા
4. ડો. રાજેશ ભટ્ટ, બરોડા
5. ડો. નિમેષ કાછીયા પટેલ, નડિયાદ
6. ડો. ગૌરાંગ દરજી, આણંદ
7. ડો. શિવપ્રસાદ ત્રિપાઠી, અમદાવાદ
8. ડો. હિતેશ ઠાકર, બનાસકાંઠા
9. ડો. જયેશ રાજ્યગુરુ, રાજકોટ
10. ડો કે.એલ. કોરડીયા ( પટેલ ), જૂનાગઢ
11. ડો પરેશ સોલંકી, ભાવનગર
સહયોગી ઉમેદવાર તરીકે
12. ડો. ભવાઈશ શાહ, અમદાવાદ
13. ડો. નીતિન હાડા, દાહોદ
ભાજપના ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશ દ્વારા ઉપરની 13 નામની યાદી 16મી જુલાઈ ના રોજ આયુર્વેદ મતદારો જોગ અપીલ તરીકે જાહેર કરી હતી. તેની સામે ડો. કમલેશ રાજગોરે પણ ભારતીય જનતા પાર્ટીના સમર્પિત ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી મતદારોને મત આપવા અપીલ કરી છે.
1. ડો. હસમુખ પટેલ, ગાંધીનગર
2. ડો. પંકજ ચાવડા, સુરેન્દ્રનગર
3. ડો. ઓમ પાઠક, અમદાવાદ
4. ડો. કેતન જોશી, પાલનપુર
5. ડો. સમીર શાહ, હિંમતનગર
6. ડો. હનીફ બંગલાવાલા, સુરત
7 ડો. સુબેખાન પઠાણ, આણંદ
22 જેટલા મતદાન મથકો પર મતદાન
રાજ્યભરમાં વિવિધ જગ્યાએ 22 જેટલા મતદાન મથકો પર આજે આયુર્વેદ સેનેટની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે. સવારે આઠ વાગે શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગે પૂર્ણ થશે. પરંતુ 7 સેનેટ સભ્યો માટે ભાજપના બે જૂથ દ્વારા બે પેનલ ઉભી રાખવામાં આવી છે. 7 બેઠક માટે કુલ 23 ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યું છે. જેમાં ભાજપ પ્રેરિત ડોક્ટર્સ સેલના 13 ઉમેદવારો જ્યારે ભાજપ સમર્પિત પેનલ 7 ઉમેદવારો મેદાને છે. આજે અમદાવાદમાં 750 જેટલા મતદારો મતદાન કરશે. જયારે રાજ્યભરમાં 5800 જેટલા મતદાર સેનેટ માટે મતદાન કરશે. જેની મતગણતરી 1લી ઓગસ્ટના રોજ જામનગર ખાતે હાથ ધરવામાં આવશે. અત્ર ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ અગાઉ સેનેટની 7 બેઠકો ભાજપના ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા. એક તરફ ભાજપ ડોક્ટર સેલ ત્યારે બીજી તરફ ભાજપના નેતા ડો. અનિલ પટેલનું એક જૂથ આયુર્વેદ સેનેટ ચૂંટણીમાં આમને-સામને આવ્યું છે. બન્ને દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ સાચા છે.
સંકલનના અભાવે સ્થિતિનો દાવો
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનના ચેરમેનનું માનીએ તો જે ભાજપ સમર્પિત 7 ઉમેદવાર લડી રહ્યા છે, તેઓ બળવો કરીને લડી રહ્યા છે. સાતેય સામે શિસ્તભંગના પગલા લેવા રજૂઆત કરાઈ છે. 13 ઉમેદવાર ભાજપ સમર્થિત છે તે પાર્ટીએ નક્કી કરીને લડાવ્યા છે. ભાજપના જ લોકો એ ભાજપ ને હરાવા પેનલ ઉભી રાખી છે અને નામ આપ્યું છે ભાજપ સમર્પિત પેનલ, ડો. કમલેશ રાજ્યગુરુ એ ડો. અનિલ પટેલથી પ્રેરિત બીજી પેનલ ઉભી રાખી છે. જ્યારે ભાજપ સમર્પિત પેનલના ડો. કમલેશ રાજગોરનું માનીએ તો સંકલનના અભાવે આ સ્થિતિ ઊભી થઇ છે. ત્યારે હવે જોવું તે રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોક્કસ સંકલન કરવામાં આવે છે કે પછી બળવાખોર ભાજપ સમર્પિત પેનલના નામ પર ચૂંટણીમાં ઊભા રહ્યા તે ઉમેદવારો ઉપર પગલા લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here