Monday, October 25, 2021
Homeઅમદાવાદ : 6 મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાત, પિયર પક્ષે લાશ...
Array

અમદાવાદ : 6 મહિના પહેલા લગ્ન કરનાર પરિણીતાનો આપઘાત, પિયર પક્ષે લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક 25 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પિયર પક્ષ તેના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને માંગ કરી હતી કે સાસરિયા સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશને તેઓ નહીં સ્વીકારે. પરંતુ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.
મૃતકના શરીર પર મારના નિશાન
25 વર્ષીય ભાવના રાવળના 30 વર્ષીય હિતેશ રાવળ સાથે 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા. હિતેશ સાણંદમાં તલાટી તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું છે. મૃતક ભાવનાના શરીર પર મારના નિશાન જોવા મળતા પિયર પક્ષે ફરિયાદ નોંધ્યા બાદ જ લાશ સ્વીકારવા માટે માંગ કરી હતી. હિતેશ સહિત તેના ઘરના લોકો પરિણીતાના આપઘાત બાદ ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments